Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેનિક બૂકિંગનો માહોલ સર્જાયો:અછતની અફવાએ એલપીજી બુકિંગ દિવસના 1 હજારને પાર

    1 day ago

    સમગ્ર રાજ્યમાં એલપીજી ગેસની તડામારીની અફવાઓ વચ્ચે ભુજ શહેરમાં પણ પેનિક બૂકિંગનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ જાણવા દિવ્ય ભાસ્કરે શહેર અને આજુબાજુના વિસ્તારના પાંચ જેટલા એલપીજી ડીલરોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી ત્રણ ડીલરો સાથે વાતચીત થઈ હતી. ડીલરોના જણાવ્યા મુજબ ગેસની અછત અંગેની અફવા ફેલાતાં ગ્રાહકોમાં ભયનો માહોલ ઉભો થયો અને નિયમિત બૂકિંગની સરખામણીએ અચાનક વધારો નોંધાયો હતો. ફેબ્રુઆરી મહિના દરમિયાન જ્યાં દૈનિક સરેરાશ 650 જેટલા ડોમેસ્ટિક બૂકિંગ થતા હતા, ત્યાં અછતની ચર્ચાઓ વચ્ચે પેનિક બૂકિંગ 1000ની પાર પહોંચી ગયું હતું. જોકે બાદમાં સરકારના જાહેરનામા પછી પરિસ્થિતિ ધીમે ધીમે સ્થિર થતાં બૂકિંગની ગતિ સામાન્ય સ્તરે આવી હતી. શહેરના ડીલરોના જણાવ્યા મુજબ, ગ્રાહકો માટે બૂકિંગની ચાર સુવિધાઓ, વોટ્સએપ, આઈવીઆરસી, મિસ્ડ કોલ અને ટેક્સ્ટ ઉપલબ્ધ હતી. પરંતુ બૂકિંગમાં અચાનક વધારો થતાં ક્યારેક સર્વર ડાઉન જેવી સમસ્યાઓ સર્જાતાં ગ્રાહકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ બૂકિંગ નોંધાયા બાદ ગ્રાહકોને સમયસર ગેસ પહોંચે તે માટે ડીલરો દ્વારા સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના પરિણામે વધેલા બૂકિંગ છતાં ગ્રાહકોને સરેરાશ 3 થી 4 દિવસમાં સિલિન્ડર પહોંચાડવાની વ્યવસ્થા જાળવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    આપઘાતનું કારણ આવ્યું સામે:નાગીયારીના છકડા ચાલકના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
    Next Article
    ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાના દ્વાર ખુલ્યા:કચ્છની 350 ખાનગી શાળામાં RTE હેઠળ પ્રવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment