Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાતનું કારણ આવ્યું સામે:નાગીયારીના છકડા ચાલકના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ

    2 days ago

    તાલુકાના એક ગામની 23 વર્ષીય યુવતીએ દસ દિવસ અગાઉ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેમાં નાગીયારી ગામના આરોપી છકડા ચાલકે છેલ્લા દોઢ વર્ષથી ત્રાસ આપતા અંતિમ પગલું ભરી લીધું હોવાની ફરિયાદ નોધાઇ છે. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ કોડકી રોડ પર રહેતા ફરિયાદીએ નાગીયારી ગામના આરોપી અલ્તાફ આદમ બાફણ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 16 માર્ચના રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં મૃતક યુવતીએ પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલે તપાસ કરનાર ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હતભાગી યુવતી નોકરી પર જવા માટે આરોપીના છકડામાં અવર જવર કરતી હતી. જેથી આરોપી સાથે પરિચય થયો હતો. ત્યાર બાદ આરોપીએ યુવતીને પોતાની સાથે સબંધ રાખવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેમજ અવાર નવાર ફોન કરતો તેમજ મારકૂટ પણ કરી હતી. છેલ્લા દોઢ વર્ષથી આરોપીએ આપેલા ત્રાસના કંટાળે યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું. જે મામલે માનકુવા પોલીસ મથકે આરોપી સામે મરવા માટે મજબુર કરવા મામલે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીની અટકાયત કરી જેલ હવાલે કરી દીધો છે. ભાસ્કર ઇનસાઇડ આરોપીથી કંટાળી બસનો પાસ પણ કઢાવ્યો નોકરી માટે આરોપીના છકડામાં અવર જવર કરતી યુવતીએ આરોપીથી પીછો છોડાવવા માટે બસનો પાસ કઢાવી લીધો હતો. અને આરોપીના છકડાને બદલે બસમાં અવર જવર કરવાનું શરૂ કર્યું હતું.પરંતુ હાથ ધોઈને પાછળ પડી ગયેલા પરિણીત ઇસમેં તેનો પીછો છોડયો ન હતો અને અવાર નવાર યુવતીને ત્રાસ આપી મરવા માટે મજબુર કરી દીધી હતી.
    Click here to Read More
    Previous Article
    નવી મુંબઈ એરપોર્ટના સમર શેડ્યુલમાં ભુજનું નામ ગાયબ:ભુજ- નવી મુંબઈની નવી વિમાની સેવા સુરક્ષાના કારણોસર અટવાઈ
    Next Article
    પેનિક બૂકિંગનો માહોલ સર્જાયો:અછતની અફવાએ એલપીજી બુકિંગ દિવસના 1 હજારને પાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment