Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવી મુંબઈ એરપોર્ટના સમર શેડ્યુલમાં ભુજનું નામ ગાયબ:ભુજ- નવી મુંબઈની નવી વિમાની સેવા સુરક્ષાના કારણોસર અટવાઈ

    3 days ago

    મહિના અગાઉ મળેલી એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં ભુજથી એપ્રિલ માસના સમર શેડ્યુલમાં ચાર નવી ફ્લાઈટો શરૂ કરવાની મોટી જાહેરાત કરાઈ હતી. જોકે, એપ્રિલ માસ નજીક હોવા છતાં આ જાહેરાત માત્ર કાગળ પર રહી હોય તેમ જણાય છે. નવી મુંબઈ એરપોર્ટ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા સમર શેડ્યુલમાં ભુજની ફ્લાઈટનો ક્યાંય ઉલ્લેખ નથી, જેનાથી કચ્છના પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે કે, ઈન્ડિગો દ્વારા ભુજમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી, પરંતુ ભુજ એરપોર્ટ પર ચેનલ ગેટ મોટો કરવા અને પાર્કિંગ સહિતની બાબતોમાં ખામી હોવાથી ફ્લાઈટ ઓપરેશન શરૂ થઈ શક્યું નથી. એરપોર્ટ ડાયરેક્ટરે પણ સ્વીકાર્યું છે કે સુરક્ષા સહિતના કારણો સામે આવ્યા હતા જેના પર હાલ કામગીરી ચાલી રહી છે. આ તરફ સ્ટાર એર દ્વારા ભુજ-વડોદરા અને ભુજ-નવી મુંબઈ સેવા અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ટર્મિનલનું નવીનીકરણનું કામ અધ્ધરતાલ ભુજ એરપોર્ટ પર ટર્મિનલની પેસેન્જર ક્ષમતા 540 થી વધારીને 1200 કરવાની કામગીરી 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરી બંધ થયાનું જાણવા મળ્યું છે. મુન્દ્રા એરપોર્ટ પર ફ્લાઈટ શરૂ કરવાની તૈયારી બીજી તરફ મુન્દ્રા ખાનગી એરપોર્ટ પરથી નવી ચાર ફ્લાઈટો શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તબક્કાવાર સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે. સંભવતઃ એપ્રિલના પ્રથમ પખવાડિયા બાદ અહીં ફ્લાઈટ ઓપરેશન શરૂ થશે. હાલ પેસેન્જર સેવા શરૂ કરવા જરૂરી ક્રાઈટેરિયા પૂરા કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ભાષાપ્રેમીઓની લાગણી દુભાઈ:ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક કક્ષાના કોર્સમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની બાદબાકી
    Next Article
    આપઘાતનું કારણ આવ્યું સામે:નાગીયારીના છકડા ચાલકના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment