Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાષાપ્રેમીઓની લાગણી દુભાઈ:ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક કક્ષાના કોર્સમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની બાદબાકી

    3 days ago

    ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક કક્ષાના અભ્યાસમાં માતૃભાષા ગુજરાતીની બાદબાકી કરાતાં ભાષાપ્રેમીઓની લાગણી દુભાઈ છે. ભાષાપ્રેમીઓના જણાવ્યા પ્રમાણે નવા શૈક્ષણિક વર્ષની પ્રવેશપ્રક્રિયામાં ગત વર્ષ કરતાં કોર્સની યાદીમાં ઘટાડો કર્યો છે. સ્નાતક કક્ષાએ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વિષયોને બાકાત રખાયા છે. અલબત્ત પીજી લેવલે ભાષાના વિષયોનું પ્રશિક્ષણ યથાવત્ રાખ્યું છે. ઉપરાંત બીએસસીમાં માઇક્રોબાયોલોજીનો વિષય રખાયો છે પરંતુ મેથ્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સની બાદબાકી કરાઈ છે. જેને લઈને ભારે અસંતોષ ફેલાાયો છે . ભાષા ભણાવાય છે : કુલપતિ હર્ષદ પટેલનો ગોળગોળ જવાબ ગૂજરાત વિદ્યાપીઠમાં સર્ટીફિકેટ કોર્સીસથી માંડીને સ્નાતક-અનુસ્નાતક કક્ષાના, પીએચડી લેવલના કોર્સીસમાં 10થી વધુ ભારતીય- વિદેશી ભાષા ભણાવાય છે. હાલમાં અમારું ફોકસ પીજી કોર્સીસના પ્રશિક્ષણ ઉપર છે. જેના માધ્યમથી અત્યાર સુધીમાં વિવિધ વિષયના નિષ્ણાતો સમાજમાં બહાર આવ્યા છે અને હજી વધુ આવશે. વર્તમાન સમયની માગ અને જરૂરિયાત મુજબ AI સહિતના વિવિધ કોર્સીસ લોન્ચ કરાયા છે. આગામી દિવસોમાં હજી પણ લોન્ચ થશે.’ > હર્ષદ પટેલ, કુલપતિ આ પ્રયોગ દુરોગામી પરિણામો લાવી શકે ગૂજરાત વિદ્યાપીઠમાં ભાષાકીય વિષયો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાંથી હટાવાયા, તેનો હું સખત વિરોધ કરુ છું. ગુજરાતમાં ભાષાની હાલત ખૂબ કથળી રહી છે. વિદ્યાર્થીઓ એક ભાષા સરખી બોલી કે લખી નથી શકતા ત્યારે વિદ્યાપીઠના વલણથી રાજ્યમાં ભાષા પ્રત્યે ઓરમાયું વર્તન થવાની શક્યતા છે. આ અંગે મુખ્યમંત્રી, રાજ્યપાલ, શિક્ષણ મંત્રી, વિદ્યાપીઠના સત્તાવાળાઓને રજૂઆત કરાશે.’ > જૈમિન શુક્લ, લેખક
    Click here to Read More
    Previous Article
    સૌથી વધારે સુરતમાંથી કૌભાંડોની ફરિયાદ મળી:શહેરોમાં વિકાસની સાથે કૌભાંડો પણ વધ્યાં ભ્રષ્ટાચારમાં શહેરી વિકાસ વિભાગ અવ્વલ
    Next Article
    નવી મુંબઈ એરપોર્ટના સમર શેડ્યુલમાં ભુજનું નામ ગાયબ:ભુજ- નવી મુંબઈની નવી વિમાની સેવા સુરક્ષાના કારણોસર અટવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment