Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌથી વધારે સુરતમાંથી કૌભાંડોની ફરિયાદ મળી:શહેરોમાં વિકાસની સાથે કૌભાંડો પણ વધ્યાં ભ્રષ્ટાચારમાં શહેરી વિકાસ વિભાગ અવ્વલ

    3 days ago

    ગુજરાત રાજ્ય તકેદારી આયોગના વર્ષ 2024 માટેના 61મા વાર્ષિક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારને લગતી કુલ 11,223 ફરિયાદ આવી હતી. જેમાં શહેરી વિકાસ વિભાગ 3 હજારથી વધુ એટલે કે કુલ ફરિયાદોના 36 ટકા ફરિયાદ સાથે સૌથી મોખરે રહ્યો છે. તે પછી મહેસૂલ વિભાગ 11 ટકા સાથે બીજા અને ગૃહ વિભાગ 10 ટકા સાથે ત્રીજા ક્રમે છે. આયોગને મળેલી 11,223 ફરિયાદ પૈકી 3385 ફરિયાદો આયોગ પાસે વિચારણ હેઠળ આવી હતી, જેમાંથી 2,026 કેસનો નિકાલ કર્યો હતો. જેના પરિણામે 1382 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ભલામણ કરાઇ હતી, જે પૈકી 678 અધિકારીઓ સામે સખત શિક્ષા, 29 સામે ફોજદારી કાર્યવાહી, 54 કર્મચારીઓને હળવી સજા અને 3 અધિકારીઓના પેન્શન કાપ મૂકવાની ગંભીર ભલામણ કરાઇ હતી. તપાસમાં વિલંબને કારણે દોષિતો છટકી ગયા તપાસમાં થતા વિલંબને કારણે આક્ષેપિત અધિકારીઓને લાભ થાય છે અને આયોગે તેની નોંધ લીધી છે. જેમાં પોરબંદર-દ્વારકા હાઈવે બ્રિજ હોનારતમાં પુલ પડી જવાના કેસમાં તપાસ અહેવાલ 8 વર્ષ બાદ પછી રજૂ થયો હતો. પરિણામે 13 જવાબદારોમાંથી 11 નિવૃત્ત થઈ ગયા હોવાથી તેમની સામે કાર્યવાહી શક્ય બની નથી. આ ઉપરાંત રાજકોટ નેશનલ હાઈવે અંગેના ભ્રષ્ટાચારની તપાસમાં 6 વર્ષનો વિલંબ થતાં આક્ષેપિત 6 માંથી 4 અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા અને સજામાંથી બચી ગયા. એસીબીમાં છટકામાં આયોગે એસીબીની કામગીરીની સમીક્ષા કરતા નોંધ્યું છે કે, લાંચ રૂશ્વત વિરોધી દળની અલગ-અલગ 356 ટ્રેપ ગોઠવાઇ હતી, જે પૈકી 209 સફળ રહી હતી. જેમાં વર્ગ-1ના 17 અને અને વર્ગ-2ના 39 અધિકારીઓ મળીને કુલ 349 આરોપીઓ સામે ગુના નોંધાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:વરસાદ બાદ 8 દિવસ સુધી હિટવેવનો રાઉન્ડ : વર્ષા વિજ્ઞાન મંડળના સભ્યનું પૂર્વાનુમાન, સૂર્યગ્રહણ - ચંદ્રગ્રહણપણ નહીં દેખાય
    Next Article
    ભાષાપ્રેમીઓની લાગણી દુભાઈ:ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક કક્ષાના કોર્સમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની બાદબાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment