Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાક સંરક્ષણ માટે કૃષિ નિષ્ણાંત‎નું સૂચન:મહિનાના અંતે માવઠાથી બચવા તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડો

    2 days ago

    ​રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આફત મંડરાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 29 થી 31 માર્ચ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે ત્યારે કમોસમી વરસાદ (માવઠું) ખેડૂતોના તૈયાર થયેલા રવિ પાક અને ઊભા ઉનાળુ પાકને નુકસાન ન પહોંચાડે તે હેતુથી કૃષિ એડવાઈઝરી જાહેર કરાઇ છે. જેમાં ખેડૂતોને પાક સુરક્ષા માટે અત્યારથી જ સજ્જ થવા જણાવાયું છે. જિલ્લા કૃષિ અધિકારી બી.જે.જોષીએ જણાવ્યું કે માવઠાની સંભાવનાને પગલે ખેડૂતોએ આ સમય ગાળા દરમિયાન ઊભા પાકમાં પિયત આપવાનું બંધ કરવું. ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે પાણીના નિકાલ (ડ્રેનેજ) માટે યોગ્ય નિકો બનાવવી જેથી પાકના મૂળ કોહવાય નહીં. વધુમાં જ્યાં સુધી હવામાન સંપૂર્ણપણે ચોખ્ખું ન થાય ત્યાં સુધી જંતુનાશક દવાઓ કે ખાતરનો છંટકાવ મુલતવી રાખવો હિતાવહ છે. ​જે ખેડૂતોના ઘઉં, ચણા અને વરિયાળી જેવા શિયાળુ પાક તૈયાર થઈ ગયા હોય. તેમણે વિલંબ કર્યા વગર વહેલી તકે કાપણી કરી લેવી જોઈએ અને તૈયાર માલને સુરક્ષિત ગોડાઉન કે છત નીચે ખસેડી લેવો. જો પાક ખેતરમાં ઢગલાં સ્વરૂપે હોય, તો તેને પ્લાસ્ટિકની તાડપત્રીથી વ્યવસ્થિત ઢાંકવો જેથી નીચેથી ભેજ ન લાગે અને ઉપરથી વરસાદી પાણીથી બચાવી શકાય. ખાસ કરીને જીરું, ઈસબગુલ અને વરિયાળી જેવા સંવેદનશીલ પાકોમાં ચરમી કે કાળિયો રોગ આવવાની શક્યતા વધુ હોવાથી ખેડૂતોએ વિશેષ તકેદારી રાખવી પડશે. ​બીજી તરફ, ઉનાળુ પાકોમાં મગફળી, મગ અને તલના ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી મૂળનો વિકાસ અટકી શકે છે અને છોડ પીળા પડી શકે છે. ડાંગરની ક્યારીમાં જો વરસાદનું નવું પાણી આવે, તો અગાઉ ભરેલું જૂનું પાણી કાઢી નાખવું હિતાવહ છે. વરસાદ બાદ વાતાવરણમાં ભેજ વધવાને કારણે ફૂગજન્ય રોગો અને ચુસિયા જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે, તેથી વરસાદ રોકાયા બાદ દવાનો છંટકાવ કરવો જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:ઉ.ગુ.માં 24 કલાક બાદ 2-3 ડિગ્રી ગરમી ઘટશે
    Next Article
    પોલીસ બેડામાં મોટો ફેરફાર કરાયો:સાબરકાંઠામાં 6 PSIની બઢતી સાથે બદલી, 4 PI જિલ્લા બહાર મૂકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment