Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેધર રિપોર્ટ:ઉ.ગુ.માં 24 કલાક બાદ 2-3 ડિગ્રી ગરમી ઘટશે

    2 days ago

    ઉત્તર ગુજરાતમાં ગુરુવારે 10 દિવસ બાદ ફરી ગરમીનો પારો 37 ડિગ્રી પહોંચ્યો હતો. બપોરે આકરી ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. જો કે, 24 કલાક બાદ વાતાવરણમાં પલટો આવતાં 2થી 3 ડિગ્રી ગરમી ઘટી શકે છે. તેમજ 29 અને 30 માર્ચે ઉત્તર ગુજરાતના રાજસ્થાનના સરહદી જિલ્લામાં પ્રિ-મોનસૂનનો વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં 10 દિવસ બાદ ફરી એકવાર તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચતાં ગરમીનો અહેસાસ વધી ગયો હતો. ગુરૂવારે દિવસ દરમિયાન પોણો ડિગ્રીનો વધારો નોંધાતા શહેરોમાં બપોરે તીવ્ર ગરમી અનુભવાઈ હતી. આજે પણ આ જ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, 28 માર્ચથી વાતાવરણમાં બદલાવ થઈ શકે છે. ખાસ કરીને 29 માર્ચે બનાસકાંઠા જિલ્લો માં થંડરસ્ટ્રોમ સાથે પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે ગાજવીજ અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. આગળ વધતાં 30 માર્ચે આ એક્ટિવિટી વધુ પ્રબળ બનવાની શક્યતા છે. આ દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે તેજ પવન અને હળવો વરસાદ થવાની આગાહી છે. જો કે, મહેસાણા અને પાટણ જિલ્લામાં આકાશ ભાગ્યે વાદળછાયું રહેવાની શક્યતા છે,.
    Click here to Read More
    Previous Article
    સાપાવાડામાં નાયક સમાજના કલાકારોનું સમ્માન:રંગભૂમિની યશગાથા યુગે યુગે ગવાતી રહેશે‎
    Next Article
    પાક સંરક્ષણ માટે કૃષિ નિષ્ણાંત‎નું સૂચન:મહિનાના અંતે માવઠાથી બચવા તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment