Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી:હજારો ભક્તો 'જય શ્રી રામ'ના નારા સાથે જોડાયા

    15 hours ago

    મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં રામનવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમસ્ત હિંદુ પરિવાર મહિસાગર લુણાવાડા દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. લુણાવાડાના શ્રી રામજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રીરામના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. દિવસભર મંદિરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. સાંજે શ્રી રામજી મંદિરથી ભગવાન રામલલાની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા ફુવારા ચોક, માંડવી બજાર, આસ્થાના બજાર, બસ સ્ટેશન પાછળ, દરકોલી દરવાજા, હાટડીયા બજાર અને નગરપાલિકા માર્ગ થઈને પરત મંદિર પહોંચી હતી. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. 'જય શ્રી રામ'ના નારાથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું અને ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. મહીસાગર પોલીસે સમગ્ર ઉજવણી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા નીકળી:છાપરીયાથી શરૂ થઈ મહેતાપુરા રામજી મંદિરે મહાઆરતી સાથે પૂર્ણ
    Next Article
    રાજપર ગામે નીજીવી બાબતે યુવાન પર હુમલો:RCC રોડ પર પાણી છાંટવા બાબતે બાબતે ઝઘડો થયો, યુવક વિરમગામ હોસ્પિટલ દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment