Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા નીકળી:છાપરીયાથી શરૂ થઈ મહેતાપુરા રામજી મંદિરે મહાઆરતી સાથે પૂર્ણ

    13 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના છાપરીયા રામજી મંદિરથી એક શોભાયાત્રા નીકળી હતી, જે મહેતાપુરા રામજી મંદિરે મહાઆરતી સાથે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રા છાપરીયા રામજી મંદિરથી પ્રસ્થાન કરીને છાપરીયા ચાર રસ્તા, જૂની જિલ્લા પંચાયત, ટાવર ચોક, નવા બજાર, ગાંધી રોડ અને ન્યાયમંદિર મહેતાપુરા ઢાળ માર્ગે મહેતાપુરા રામજી મંદિરે પહોંચી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. 'જય શ્રી રામ'ના નાદથી સમગ્ર હિંમતનગર ભક્તિમય બન્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની, બજરંગ દળ અને માતૃશક્તિના આગેવાનો પણ યાત્રામાં સામેલ થયા હતા. કેસરિયા સાફામાં સજ્જ દુર્ગાવાહિનીની બહેનો દ્વારા તલવાર અને લાકડીના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યાત્રા માર્ગ પર અનેક સ્થળોએ સ્થાનિકો દ્વારા ફૂલોથી સજાવટ, આરતી અને ફૂલવર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાંતિ અને સલામતી જાળવવા માટે સમગ્ર રૂટ પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા સદસ્ય અમૃત પુરોહિત, સંતો-મહંતો, હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાને ગિફ્ટમાં 8 ઓઇલ ટેન્કર પસાર થવા દીધા:તેમાં પાકિસ્તાની ધ્વજ લાગેલા હતા, બાદમાં માફી માંગીને બે વધુ મોકલ્યા હતા
    Next Article
    લુણાવાડામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી:હજારો ભક્તો 'જય શ્રી રામ'ના નારા સાથે જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment