Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી જિલ્લામાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી:શહેર રામમય બન્યું, વિશાળ શોભાયાત્રામાં ભક્તો ઉમટ્યા

    12 hours ago

    અમરેલી જિલ્લામાં શ્રીરામ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં ભક્તિમય માહોલ છવાયો હતો, જેમાં અમરેલી શહેર સંપૂર્ણપણે રામમય બની ગયું હતું. અમરેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં બાળકો, મહિલાઓ સહિત સેંકડો લોકો ઉત્સાહભેર જોડાયા હતા. ભક્તોએ હાથમાં ભગવા ધ્વજ સાથે પોતાનો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેર પાણી અને શરબતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અહીં સેવાભાવી લોકો દ્વારા ભક્તોને પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ધાર્મિક ઉત્સાહ અને એકતાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા સહિતના તાલુકા મથકો પર પણ શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાઓ યોજાઈ હતી. સાધુ-સંતો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર વાતાવરણને ભગવામય બનાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી:અયોધ્યા જેવી રામલલાની નવી મૂર્તિ સાથે રેલવે ગોદીથી નીકળી ભવ્ય શોભાયાત્રા; ભક્તોની દર્શન માટે ઉમટી ભીડ
    Next Article
    ભરૂચમાં રામનવમી નિમિત્તે શ્રી રામ ઉત્સવ:શોભાયાત્રા નીકળી, શહેર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment