Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી:અયોધ્યા જેવી રામલલાની નવી મૂર્તિ સાથે રેલવે ગોદીથી નીકળી ભવ્ય શોભાયાત્રા; ભક્તોની દર્શન માટે ઉમટી ભીડ

    16 hours ago

    વલસાડ શહેરમાં રામનવમી નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. રામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા રેલવે ગોદી ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ અયોધ્યાના રામ મંદિર જેવી જ 'રામલલા'ની નવી મૂર્તિ રહી હતી, જેના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આયોજન સમિતિના સભ્ય હિતેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે અયોધ્યાની તર્જ પર ભગવાન રામની નવી મૂર્તિ લાવવામાં આવી છે. રામનવમીના પાવન અવસરે બપોરે 12:00 કલાકે આ મૂર્તિનું શાસ્ત્રોક્ત વિધિ સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું, જે સમગ્ર આયોજનનું મુખ્ય કેન્દ્રબિંદુ બની હતી. શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોકસભાના દંડક ધવલ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી, ધારાસભ્ય ભરતભાઇ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિતના મહાનુભાવોએ કેસરીયો ખેસ ધારણ કરી રામલલાના આશીર્વાદ લીધા હતા. સમિતિના સભ્ય સ્નેહલ દેસાઈએ શોભાયાત્રાના રૂટની વિગતો આપી હતી. આ યાત્રા રેલવે ગોદીથી પ્રારંભ થઈ નવરંગ લસ્સી સર્કલ, બેચર રોડ, છીપવાડ, તરિયાવાડ, એમ.જી. રોડ અને ટાવર થઈ દાદિયા ફળિયા ખાતે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રામાં રામ-લક્ષ્મણ-જાનકી અને ભગવાન કૃષ્ણની વિવિધ જીવંત ઝાંખીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સમગ્ર રૂટ પર સતત સુંદરકાંડના પાઠ ગુંજતા રહ્યા હતા, જેનાથી વાતાવરણ ભક્તિમય અને રામમય બની ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં અનૈતિક સંબંધોમાં પરપ્રાંતિય મહિલાની હત્યા:ડિફેન્સ કોલોનીમાંથી ગળે ટૂંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
    Next Article
    અમરેલી જિલ્લામાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી:શહેર રામમય બન્યું, વિશાળ શોભાયાત્રામાં ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment