Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં અનૈતિક સંબંધોમાં પરપ્રાંતિય મહિલાની હત્યા:ડિફેન્સ કોલોનીમાંથી ગળે ટૂંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

    23 hours ago

    જામનગરમાં રામનવમીના દિવસે એક પરપ્રાંતિય મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ડિફેન્સ કોલોની વિસ્તારમાંથી 40 વર્ષીય રીન્કી દેવી બનટુસિંહ કઠેરીયાનો ગળે ટૂંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને તપાસ શરૂ કરી છે. મૃતક રીન્કી દેવી મૂળ મથુરાના વતની હતા. તેઓ બે દિવસ પહેલા ગુમ થયા હતા, જે અંગે તેમના પુત્ર રોહિત કઠેરીયાએ સિટી સી-ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. આજે સવારે રીન્કી દેવીનો મૃતદેહ તેમના પુત્રના મિત્ર વિજય વિઠલ ઓડિચના કાકાના ઘરમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. રીન્કી દેવી અને વિજય ઓડિચ વચ્ચે સંબંધો હતા. મહિલા વિજય ઓડિચ પાસેથી પૈસાની માંગણી કરતી હતી, જે આ હત્યાનું કારણ બન્યું હોવાનું મનાય છે. સિટી સી-ડિવિઝન પોલીસે આરોપી વિજય ઓડિચને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો છે. રીન્કી દેવીના પતિનું વર્ષ 2021માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેઓ પોતાના ત્રણ સંતાનો નીતિન (17), રોહિત (19) અને અંજલી (6) સાથે ડિફેન્સ કોલોનીમાં રહેતા હતા. રીન્કી દેવી એક કારખાનામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વિજય ઓડિચ રીન્કી દેવીના ઘરની પાછળના ભાગમાં રહેતો હતો. તેણે રીન્કી દેવીના પુત્ર રોહિત સાથે મિત્રતા કેળવી હતી, જેના કારણે તે અવારનવાર તેમના ઘરે આવતો-જતો રહેતો હતો. આ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શુક્રવારનું રાશિફળ:આજે સફળતા વૃષભ રાશિના લોકોના કદમ ચૂમશે, વૃશ્ચિક જાતકોની મનોકામના પૂરી થશે
    Next Article
    વલસાડમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી:અયોધ્યા જેવી રામલલાની નવી મૂર્તિ સાથે રેલવે ગોદીથી નીકળી ભવ્ય શોભાયાત્રા; ભક્તોની દર્શન માટે ઉમટી ભીડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment