Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુક્રવારનું રાશિફળ:આજે સફળતા વૃષભ રાશિના લોકોના કદમ ચૂમશે, વૃશ્ચિક જાતકોની મનોકામના પૂરી થશે

    15 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 27 માર્ચ 2026, શુક્રવારના રોજ ચૈત્ર સુદ નોમ/દશમ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કર્ક છે. રાહુકાળ સવારે 11:13થી 12:45 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- વાતચીતના માધ્યમથી વિવાદિત મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ સફળ રહેશે. આજે કોઈ મિત્ર કે સંબંધીની સલાહ તમારા માટે મહત્વપૂર્ણ રસ્તો ખોલી શકે છે. પરિવાર સાથે મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર થશે. વડીલોનું માર્ગદર્શન પણ મળી રહેશે. નેગેટિવ- માનસિક શાંતિ મેળવવા માટે ધાર્મિક સ્થળ પર થોડો સમય અવશ્ય વિતાવો. જો કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે, તો ભાઈ-બહેનોને વિનંતી કરવી યોગ્ય રહેશે. વિદ્યાર્થી વર્ગે પોતાના અભ્યાસ પ્રત્યે જરા પણ બેદરકારી ન દાખવવી. વ્યવસાય- વેપારમાં કોઈ યોજના અમલમાં મૂકવા સંબંધિત પ્રસ્તાવની મંજૂરી મળી શકે છે. ભાગીદારી સંબંધિત વેપારમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ અને પારદર્શિતા રાખવી ખૂબ જરૂરી છે. ઓફિસમાં કાર્યભાર વધુ પડતો હોવાને કારણે વધારાનો સમય આપવો પડી શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલ ઘરમાં ખુશનુમા વાતાવરણ બનાવી રાખશે. કોઈ જૂના મિત્રને મળવાથી ખુશનુમા યાદો તાજી થશે. સ્વાસ્થ્ય- જો પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય, તો સાવચેત થઈ જાઓ. આ સમયે વર્તમાન સ્વાસ્થ્ય સંબંધી નિયમોનું પૂર્ણપણે પાલન કરવું આવશ્યક છે. લકી કલર- બદામી લકી નંબર- 9 પોઝિટિવ- લોકોની ચિંતા કર્યા વગર તમારા કાર્યો પર ધ્યાન આપો. તમને સફળતા મળશે. આજે કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત દ્વારા ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ મળશે. માનસિક શાંતિ મેળવવા માટે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર કરશો. નેગેટિવ- બીજાની વાતોમાં દખલગીરી કરવાનું ટાળો. સાથે જ તમારા હરીફોની ગતિવિધિઓથી અજાણ ન રહો. કોઈ મિત્રની સમસ્યા ઉકેલવામાં તમે પોતે ફસાઈ શકો છો. જો રૂપિયા-પૈસાની લેવડ-દેવડ સંબંધિત કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય, તો તેને ખૂબ જ સાવધાનીથી કરવાની જરૂર છે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં અત્યારે યોગ્ય ફેરફાર આવવાની સંભાવના નથી. તેથી કંઈક નવું કામ કરવાને બદલે વર્તમાન પ્રવૃત્તિઓમાં જ તમારી ઊર્જા લગાવો. દૂરના પક્ષકારો સાથે સંપર્ક બનશે અને તે ફાયદાકારક પણ રહેશે. નોકરિયાતો પર કામનું વધારાનું દબાણ રહેશે. લવ- વૈવાહિક જીવન સામાન્ય રહેશે. લગ્નેતર સંબંધો ન બનવા દો. આ સંબંધોને માત્ર મિત્રતા સુધી જ મર્યાદિત રાખો, તો સારું છે. સ્વાસ્થ્ય- વધારે ભાવુક હોવું તમને તકલીફ આપશે. અતિશય વિચાર કરવાથી અને તણાવ લેવાથી માથાનો દુખાવો અને પેટ બગડવા જેવી સમસ્યાઓ રહેશે. લકી કલર- ક્રીમ લકી નંબર- 5 પોઝિટિવ- તમારી પાછલી ભૂલોમાંથી શીખીને વર્તમાનને વધુ બહેતર બનાવવું તમને સફળતા અપાવશે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે. સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં પણ તમારા યોગદાન અને નિષ્ઠાને કારણે તમારા માન-સન્માન અને યશમાં વૃદ્ધિ થશે. નેગેટિવ- કોઈ પણ નિર્ણય લેવાની સ્થિતિમાં પોતાના પર જ વિશ્વાસ રાખો. બીજાની વાતોમાં આવીને પોતાનું નુકસાન કરી બેસશો. આ સમયે કોઈને પણ પૈસા ઉધાર ન આપો. થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પસાર કરવાથી તમારી મનોસ્થિતિમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં કામનું દબાણ રહેશે. કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવી અતિ આવશ્યક છે. દૂરના પક્ષકારો સાથે તમારા સંપર્કોને વધુ મજબૂત કરો. ઓફિસમાં બોસ અને અધિકારીઓ સાથે સંબંધો યોગ્ય અને મૈત્રીપૂર્ણ બનાવી રાખો. લવ- દાંપત્ય જીવન સુખમય રહેશે. ધ્યાન રાખો કે કોઈ વિજાતીય વ્યક્તિ સાથેની ઘનિષ્ઠતા પારિવારિક વાતાવરણ બગાડી શકે છે. સ્વાસ્થ્ય- ઘરમાં મોટાભાગના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક પરેશાની રહી શકે છે. આ સમયે વ્યવસ્થિત દિનચર્યા અને સંયમિત ખાનપાન રાખવું અતિ આવશ્યક છે. લકી કલર- ગુલાબી લકી નંબર- 4 પોઝિટિવ- કોઈપણ કામ શરૂ કરતા પહેલા તેની રૂપરેખા ચોક્કસ બનાવો, તેનાથી સમય મુજબ કાર્ય પૂર્ણ થતા જશે. તમે કર્મ અને પુરુષાર્થ દ્વારા કોઈ સિદ્ધિ હાંસલ કરવામાં સક્ષમ રહેશો. સંતાનના ભવિષ્ય સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાથી ઘણી શાંતિ અને રાહત મળશે. નેગેટિવ- કોઈ પણ બિનજરૂરી મુસાફરી કરવાથી સમય અને પૈસાનો બગાડ જ થશે. લોકો સાથે વાતચીત કરતી વખતે સાવધ રહો. જો કોઈ કાર્ય માટે લોન વગેરે લેવા માટે પ્રયત્ન કરી રહ્યા હોવ, તો થોડું ગંભીરતાથી વિચારવાની પણ જરૂર છે. વ્યવસાય- કારોબારી બાબતોમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ ચાલુ રહેશે. હિંમત જાળવી રાખો અને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ પણ ચોક્કસ લો. નોકરી મેળવવા માટે પ્રયત્નશીલ વ્યક્તિઓને ઇન્ટરવ્યુ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુ મહેનતની જરૂર છે. લવ- પતિ-પત્ની વચ્ચેની ખાટી-મીઠી નોકઝોંક પરસ્પર સંબંધોને વધુ મધુર બનાવશે. અવિવાહિતો માટે સારો સંબંધ આવવાની પણ શક્યતા છે. સ્વાસ્થ્ય- વર્તમાન સમયમાં વધુમાં વધુ પ્રવાહી પદાર્થોનું સેવન કરો. તમારું બ્લડ પ્રેશર અને શુગર લેવલ ચોક્કસ ચેક કરાવો. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- મિત્રો સાથેની મુલાકાત આર્થિક લાભ સંબંધિત પરિસ્થિતિઓ બનાવશે. ઓનલાઈન વાતચીત અથવા સેમિનારમાં જવાની તક મળે, તો ગુમાવશો નહીં. તમારા વિચારોને મહત્વ આપવામાં આવશે. તમારી પ્રગતિના નવા માર્ગો પણ સામે આવશે. નેગેટિવ- કોઈ નકારાત્મક પરિસ્થિતિ સર્જાતા મન થોડા સમય માટે વ્યથિત રહી શકે છે, પરંતુ જલ્દી જ તમે તમારી લાગણીઓ પર કાબૂ મેળવી લેશો. શાંતિ મેળવવા માટે થોડો સમય પ્રભાવશાળી લોકો સાથે વિતાવો. યુવા વર્ગે પોતાના કરિયર પ્રત્યે વધુ સજાગ રહેવું. વ્યવસાય- તમારી વેપાર સંબંધિત યોજનાઓ કોઈની સાથે શેર ન કરો, અન્યથા તમારા કામનો શ્રેય કોઈ બીજું લઈ શકે છે. વર્કિંગ વુમન પોતાના કરિયર અને પરિવાર વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખશે. જલ્દી જ તમારા પ્રમોશનના ચાન્સ બની રહ્યા છે. લવ- જીવનસાથી અથવા પારિવારિક સભ્યોની લાગણીઓનું સન્માન કરો, તેનાથી પરસ્પર સંબંધો પણ વધુ સારા થશે. પ્રેમ સંબંધોમાં વિચારીને જ આગળ વધો. સ્વાસ્થ્ય- વધુ પડતો તણાવ અને ચિંતાની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. સમયાંતરે યોગ્ય આરામ અને આહાર લેતા રહો. લકી કલર- સફેદ લકી નંબર- 5 પોઝિટિવ- શ્રેષ્ઠ સમય છે. હાથમાં આવેલી કોઈ પણ તક ગુમાવશો નહીં. ઘર અને વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. આધ્યાત્મિક કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી પોતાની અંદર ભરપૂર સકારાત્મક ઊર્જાનો અનુભવ થશે. નેગેટિવ- ઉધાર સંબંધિત કોઈ પણ લેવડ-દેવડ કરવાનું ટાળો. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઘરના વરિષ્ઠ સભ્યોની સલાહ અને માર્ગદર્શન લેવું જરૂરી છે. જો વાહન ખરીદવા સંબંધિત કોઈ યોજના બની રહી હોય, તો આજે સ્થગિત કરી દો. વ્યવસાય- વેપારના સ્થળ પર તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો. પરંતુ સમય મુજબ તમારી કાર્યપ્રણાલીમાં પણ ફેરફાર ચોક્કસ લાવો. સમય વ્યસ્તતાથી ભરેલો રહેશે. ફાઈનાન્સ સાથે જોડાયેલા મામલામાં ચાલી રહેલી કોઈ સમસ્યા દૂર થશે. લવ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા મનદુઃખનો જલ્દી જ ઉકેલ મળશે અને પરસ્પર સંબંધો વધુ મધુર બની જશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ રહેશે. સ્વાસ્થ્ય- મજબૂત ઈમ્યુનિટી જાળવી રાખવા માટે સંતુલિત આહાર અને વ્યાયામ પર ચોક્કસ ધ્યાન આપો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. લકી કલર- વાદળી લકી નંબર- 6 પોઝિટિવ- પારિવારિક પ્રવૃત્તિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. માન-પ્રતિષ્ઠા જળવાઈ રહેશે. કોઈ ખાસ વ્યક્તિ અથવા ફોન દ્વારા કોઈ વિશેષ જાણકારી પણ મળશે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. નેગેટિવ- ઘરના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સલાહ પર અમલ કરવો જોઈએ. વીતેલી કોઈ નકારાત્મક વાત તમારી દિનચર્યા પર હાવી થવા ન દો. બેદરકારીને કારણે લેવડ-દેવડની બાબતોમાં તમારાથી કોઈ મોટી ભૂલ થઈ શકે છે. વ્યવસાય- આજે વેપાર સંબંધિત મોટાભાગના કાર્યો તમે ઘરે બેઠા સુચારૂ રીતે અમલમાં મૂકી શકશો. જો કોઈ ભાગીદારી સંબંધિત બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા હોવ, તો તેના સંબંધિત પૂરી કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે. ટાર્ગેટ હાંસલ કરવામાં વધુ પડતા કાર્યભારને કારણે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. લવ- પારિવારિક વાતાવરણ ખુશહાલીથી ભરેલું રહેશે. કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થશે, જે આશ્ચર્યજનક રહેશે. યુવાનો મિત્રો સાથે મસ્તીભર્યો સમય પસાર કરશે. સ્વાસ્થ્ય- ત્વચા સંબંધિત ઈન્ફેક્શન જેવી સમસ્યાથી પરેશાન થવું પડી શકે છે. આયુર્વેદિક સારવાર યોગ્ય રહેશે. લકી કલર- પીળો લકી નંબર- 2 પોઝિટિવ- પ્રસન્ન થઈ જાઓ, આજે તમારી કોઈ મનોકામના પૂર્ણ થઈ શકે છે. કોઈ પણ કાર્ય યોગ્ય જાણકારી મેળવીને કરવાથી જલ્દી જ લક્ષ્ય પ્રાપ્ત કરી લેશો. તમારા ઘર સંબંધિત જવાબદારીઓ નિભાવવામાં તમારો વિશેષ પ્રયાસ અને યોગદાન રહેશે. નેગેટિવ- અસ્વસ્થતાને કારણે સ્વભાવમાં થોડો ગુસ્સો અને ચીડિયાપણું રહેશે. તમારા આ વ્યવહારમાં સુધારો લાવવાની જરૂર છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પણ તમારા માટે ફાયદાકારક રહેશે. વ્યવસાય- વેપારમાં કોઈ પણ કાગળની કાર્યવાહી કરતી વખતે સાવધાની રાખો, આ સમયે નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. કારોબારી પ્રવૃત્તિઓ અત્યારે અટવાયેલી રહેશે. સરકારી નોકરિયાત માટે કોઈ વિશેષ ડ્યુટી લાગી શકે છે. લવ- મિત્રો સાથે ગેટ-ટુગેધરનો પ્રોગ્રામ પણ બનશે. પ્રેમી સાથે ખુશનુમા સાંજ પસાર થશે. સ્વાસ્થ્ય- માંસપેશીઓમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા રહેશે. વ્યાયામ અને મેડિટેશનમાં પણ થોડો સમય પસાર કરો. લકી કલર- કેસરી લકી નંબર- 9 પોઝિટિવ- તમારા અંગત જીવન સાથે જોડાયેલો નિર્ણય લેવા માટે અનુકૂળ સમય છે. ફાયદાકારક સમય ચાલી રહ્યો છે. દિનચર્યામાં કેટલાક ફેરફાર લાવશો, જે સકારાત્મક રહેશે. તમારા નેતૃત્વમાં કોઈ વિશેષ કાર્ય પૂર્ણ થશે. બાળકોની કોઈ સકારાત્મક પ્રવૃત્તિથી તમે ગર્વ અનુભવશો. નેગેટિવ- બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન જ કરો તો યોગ્ય છે. કારણ કે આના કારણે તમારા પોતાના કાર્યોમાં પણ અવરોધ આવશે. કોઈ પણ નિર્ણય લેતી વખતે ઉતાવળ અને બેદરકારીને કારણે તમે કોઈ મુસીબતમાં પડી શકો છો. ધીરજ અને સંયમ જાળવી રાખો. વ્યવસાય- વેપારમાં વિસ્તરણ સંબંધિત નવી શક્યતા પર વિચાર થશે. તમારું પૂરું ધ્યાન માર્કેટિંગ અને તમારા પ્રોડક્ટ્સના પ્રમોશન પર લગાવો. પરંતુ કોઈ પણ લેવડ-દેવડ અથવા દસ્તાવેજી કાર્યવાહીમાં પારદર્શિતા રાખો. સરકારી નોકરીમાં બોસ અને અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. લવ- જીવનસાથીનો શિસ્તબદ્ધ સ્વભાવ ઘરને વ્યવસ્થિત બનાવી રાખશે, જેનાથી પરિવારમાં પોઝિટિવ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય- વધુ પડતા કાર્યભારને કારણે થાક અને નબળાઈ અનુભવાશે. આરામ લો તથા સંતુલિત ખાનપાન રાખો. લકી કલર- બ્લૂ લકી નંબર- 6 પોઝિટિવ- તમારી જવાબદારીઓને બોજ ન સમજીને દિલથી નિભાવો, તો વધુ સારા પરિણામ મળશે. ઘરના નવીનીકરણ અથવા ફેરફાર સંબંધિત યોજના બની રહી હોય, તો વાસ્તુશાસ્ત્રીની સલાહ અવશ્ય લો. તેનાથી તમારા ઘરમાં સકારાત્મકતા આવશે. નેગેટિવ- બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહેશે. આ સમયે જો ઉધાર અથવા લોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા એકવાર ફરીથી વિચાર કરી લો અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ અવશ્ય લો. સાથે જ તમારી કિંમતી વસ્તુઓની સંભાળ સારી રીતે કરો. વ્યવસાય- વેપારમાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત અને તેની સલાહ તમારા વેપાર સંબંધિત કાર્યોમાં મદદરૂપ સાબિત થશે. સ્ટાફ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવાથી કાર્યપ્રણાલીમાં વધુ વધારો થશે. ઓફિસમાં મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો પોતાનું કાર્ય સારી રીતે કરશે. લવ- થોડો સમય પરિવારજનો સાથે ચોક્કસ વિતાવો, નહીંતર તેમની નારાજગી થઈ શકે છે. કોઈ અવિવાહિત વ્યક્તિ માટે લગ્ન સંબંધિત યોગ્ય માંગું આવવાથી આનંદદાયક વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય- તાવ આવે તેવી શક્યતા છે. બહારનું ખાવા-પીવાથી દૂર રહો. લકી કલર- લાલ લકી નંબર- 9 પોઝિટિવ- બપોર પછીનો સમય ખૂબ જ અનુકૂળ થઈ રહ્યો છે, તેથી દિવસની શરૂઆતમાં જ તમારી દિનચર્યાની રૂપરેખા બનાવી લો. તમારા રાજકીય સંબંધોને વધુ મજબૂત બનાવો. આ સંબંધો તમારા માટે પ્રગતિદાયક રહેશે. કેટલાક નવા મુદ્દાઓ પર સકારાત્મક વાર્તાલાપ થશે. નેગેટિવ- ગુસ્સા અને ભાવુકતામાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો અને કોઈ ગેરકાનૂની કામમાં ન ફસાવ, તો યોગ્ય રહેશે. વિદ્યાર્થીઓએ મનોરંજનની સાથે સાથે પોતાના અભ્યાસ પ્રત્યે પણ ધ્યાન આપવું. તમારા ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે, નહીંતર દેવાનો બોજ વધી શકે છે. વ્યવસાય- આસપાસના વેપારીઓ સાથે ચાલી રહેલી સ્પર્ધામાં વિજય પ્રાપ્ત થશે. નવા ઓર્ડર મળવાની પણ શક્યતા છે. પરંતુ કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા તેના તમામ પાસાઓ પર વિચાર-વિમર્શ ચોક્કસ કરી લેવો. કોઈ રાજકીય વ્યક્તિની મદદ લઈ શકો છો. લવ- પારિવારિક પ્રવૃત્તિઓમાં પણ તમારે ઘણું યોગદાન આપવું પડશે. લગ્નેતર સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય- વધુ ભીડભાડવાળા સ્થળો પર જવાનું ટાળો. પ્રદૂષણને કારણે એલર્જી અને શરદી-ઉધરસ થવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. લકી કલર- લીલો લકી નંબર- 1 પોઝિટિવ- કોઈ નવા કાર્યની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે. પરિવારજનોનો સહયોગ પણ મળશે. તમારી વ્યસ્ત દિનચર્યાથી હટીને કેટલીક નવી પ્રવૃત્તિઓ અને જ્ઞાનવર્ધક વાતો શીખવામાં પણ સમય પસાર થશે. તમારી કોઈ કલ્પનાને હકીકતમાં બદલવાની સારી તક છે. નેગેટિવ- આર્થિક અને ઘરેલું બાબતોને ખૂબ જ ધીરજથી ઉકેલવાની જરૂર છે. તમારા કોઈ પણ નિર્ણયમાં પરિવારજનોને પણ ચોક્કસ સામેલ કરો. અસ્વસ્થતાને કારણે તમારી કાર્યક્ષમતામાં ઘટાડો આવી શકે છે, પરંતુ તમારો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. જો કોઈ પ્રવાસનો પ્લાન હોય, તો સાવધાની રાખવી કારણ કે તેમાં કેટલીક મુશ્કેલીઓ આવશે. વ્યવસાય- કારોબારી બાબતોમાં સુધારો આવવાથી જરૂરી કાર્યો સમય મુજબ પૂરા થઈ જશે. દૂરના કેટલાક વિસ્તારોમાંથી વેપારલક્ષી પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ શકે છે. તમારી યોજનાઓને ગુપ્ત રાખીને જ તમારા કાર્ય સંબંધિત રણનીતિ તૈયાર કરો. ઓફિસનું કામ વધુ હોવાને કારણે વધારાનો સમય પણ આપવો પડી શકે છે. લવ- ઘરમાં સુખ-શાંતિ રહેશે. લગ્નેત્તર પ્રેમ સંબંધો બદનામીનું કારણ બની શકે છે, સાવધ રહો. સ્વાસ્થ્ય- હવામાનને કારણે શરદી-ઉધરસ જેવી એલર્જી થવાની આશંકા છે. આયુર્વેદિક સારવાર યોગ્ય રહેશે. લકી કલર- ગુલાબી લકી નંબર- 5
    Click here to Read More
    Previous Article
    27 માર્ચનું અંકફળ:અંક 2ના જાતકોને મિલકતના વિવાદનો સુખદ અંત આવશે, અંક 9ના જાતકોને જૂના દેવામાંથી મુક્તિ મળશે
    Next Article
    જામનગરમાં અનૈતિક સંબંધોમાં પરપ્રાંતિય મહિલાની હત્યા:ડિફેન્સ કોલોનીમાંથી ગળે ટૂંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment