Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં રામનવમી નિમિત્તે શ્રી રામ ઉત્સવ:શોભાયાત્રા નીકળી, શહેર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું

    10 hours ago

    ભરૂચમાં રામનવમી પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ ઉત્સવની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના સોનેરી મહેલથી નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, જેના કારણે શહેર 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દેશભરમાં રામનવમીની ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે, ત્યારે ભરૂચમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે શોભાયાત્રાનું આયોજન થયું. રામભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને 'જય શ્રી રામ'ના ગગનચુંબી નારા લગાવ્યા હતા, જેનાથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. શોભાયાત્રા પૂર્વે નર્મદા નગર એપાર્ટમેન્ટ સ્થિત સંકટ મોચન હનુમાનજી મંદિરથી બાઈક રેલી સોનેરી મહેલ પહોંચી હતી. અહીં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શ્રી ઉત્સવ સમિતિના પ્રમુખ હેમંત જાદવ, કુકરવાડાના સંત લોકેશાનંદ ઉદાસીન, શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામી, વિશ્વ હિન્દુ પરિષદના ગોપાલ ચાવડા અને ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે શોભાયાત્રાનું સ્વાગત કરી આરતી ઉતારવામાં આવી હતી, ત્યારબાદ યાત્રાનો પ્રારંભ થયો. આ શોભાયાત્રા શહેરના મોટા ભોઈવાડ, લલ્લુભાઈ ચકલા, હાજીખાના અને નવાડેરા વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ યાત્રા કષ્ટભંજન હનુમાન મંદિર, ધોળીકુઈ ખાતે સમાપ્ત થઈ હતી. રામનવમીના આ પર્વ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમરેલી જિલ્લામાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી:શહેર રામમય બન્યું, વિશાળ શોભાયાત્રામાં ભક્તો ઉમટ્યા
    Next Article
    Nayara Energy hikes petrol price by Rs 5 a litre, diesel by Rs 3, here’s why

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment