Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ:શહેર 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું, પરંપરાગત વાદ્યો અને સાંસ્કૃતિક ટેબ્લો આકર્ષણ રહ્યાં

    16 hours ago

    આજે ગોધરા શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ 'રામનવમી' નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેર 'જય શ્રી રામ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત સહમંત્રી હિમેશભાઈ પરીખના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શોભાયાત્રામાં હિન્દુ સમાજના તમામ વર્ગના લોકો અને ભારતીય જનતા પાર્ટી ગોધરાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ પરંપરાગત વાદ્યો અને સાંસ્કૃતિક ટેબ્લો રહ્યા હતા. નાસિક ઢોલ અને પુણેરી ઢોલના તાલે યુવાનો અને ભક્તો ઉત્સાહભેર ઝૂમ્યા હતા. ભગવાન શ્રી રામ દરબારના સુંદર ટેબ્લો તેમજ 'બાહુબલી હનુમાનજી'ની વિશેષ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉત્સવમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા, જે સમાજની એકતાનું પ્રતિક પૂરું પાડતું હતું. આ પ્રસંગે હિમેશભાઈ પરીખે શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ અને કાર્યક્રમને સફળ બનાવનાર કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી યાત્રાઓ સમાજમાં ભક્તિ અને સંવાદિતાનો સંદેશ ફેલાવે છે. ગોધરાના રાજમાર્ગો પરથી પસાર થયેલી આ યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ-લાલકુઆં વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન:વેકેશનમાં ઉત્તરાખંડ જનારા મુસાફરો માટે પશ્ચિમ રેલવેની મોટી ભેટ, 28 માર્ચથી બુકિંગ
    Next Article
    સુપરવાઈઝરનું ફિલ્મી ઢબે અપહરણ:પગાર બાકી હોવાથી કર્મચારીઓએ અપહરણ કરી માર માર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment