Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હંસપુરામાંથી અમેરિકાના લોકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું:બેંકના વકીલ હોવાની ખોટી ઓળખ આપી ઈમેલ મારફતે સંપર્ક કરાતો, 2 યુવતી સહિત 7ની ધરપકડ

    20 hours ago

    અમદાવાદના હંસપુરામાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતું કોલ સેન્ટર નરોડા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. અમેરિકન નાગરિકોના બેન્ક એકાઉન્ટનો ડેટા મેળવીને બેંકના વકીલ હોવાની ખોટી ઓળખ આપી લોન સેટલમેન્ટ કરવાના બહાને ઈ-મેલ કરતા હતા. જો કોઈપણ વ્યક્તિ રીપ્લાય આપે તો સસ્તામાં લોન સેટલમેન્ટ કરવાની લાલચ આપી ક્રેડિટ કાર્ડની વિગત મેળવીને અમેરિકન નાગરિકના બેંક ખાતામાંથી પૈસા કાપીને બિટકોઈન સ્વરૂપે મેળવી ભારતીય નાણામાં રૂપાંતરિત કરી દેતા હતા અને આંગડિયા પેઢીથી પૈસા મેળવી લેતા હતા. બે યુવતી સહિત સાત લોકોની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના નામ જીગ્નેશ ઝાલાહર દુકાનમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો હતો નરોડા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ કોટડીયાને બાતમી મળી હતી કે હંસપુરા સાહિત્ય આર્કેડના પ્રથમ માળે આવેલી દુકાનમાં જીગ્નેશ ઝાલાહર નામનો યુવક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યો છે. જેના આધારે નરોડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનમાં ચાર અલગ અલગ ટેબલો રાખીને તેની ઉપર બે યુવતીઓ સહિત સાત લોકો લેપટોપ પર બેસીને કામ કરી રહ્યા હતા. પોલીસે તપાસ કરતા લેપટોપમાં એક વેબસાઈટમાં લોગીન કરીને કામગીરી કરતા હતા. બેંકના વકીલની ઓળખ આપીને સસ્તામાં લોન સેટલમેન્ટ કરવાના સ્ક્રિપ્ટેડ મેસેજ કરતાં જીગ્નેશ દ્વારા તમામ લોકોને અમેરિકન નાગરિકોનો ઇમેલ એડ્રેસનો ડેટા આપવામાં આવ્યો હતો, જેમાં બેંકના વકીલ હોવાની ઓળખ આપીને સસ્તામાં લોન સેટલમેન્ટ કરવાના સ્ક્રિપ્ટેડ મેસેજ મોકલવામાં આવતા હતા. જો કોઈ મેસેજ નો રીપ્લાય આપવામાં આવતો આગળ જીગ્નેશ દ્વારા વાતચીત કરવામાં આવતી હતી. સસ્તામાં લોન સેટલમેન્ટ કરવા લલચાવી તેઓના ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ વિગત મેળવતો હતો. ટેલિગ્રામ અને વોટ્સએપ એપ્લિકેશન મારફતે અલગ અલગ વેન્ડરને મોકલી અને નક્કી કરેલી રકમ અમેરિકન નાગરિકોના બેંક ખાતામાંથી કાપતા હતા. બિટકોઈન સ્વરૂપે મેળવીને ભારતીય નાણામાં રૂપાંતરિત કરી દેતા જેમાંથી 50 ટકા રકમ જીગ્નેશના ટ્રસ્ટ વોલેટ એપ્લિકેશનના વોલેટ આઈડી પર બિટકોઈન મારફતે આપવામાં આવતી હતી. ત્યારબાદ ટેલિગ્રામ ગ્રુપનો સંપર્ક કરી બિટકોઈને ભારતીય રકમમાં રૂપાંતરિત કરી આંગળીયા પેઢી મારફતે પૈસા મેળવી લેતો હતો. અલગ અલગ યુઝર સાથે તેણે વાતચીત કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે સાત લેપટોપ, આઠ મોબાઈલ ફોન સહિતનો 2.60 લાખનો મુદ્દામાલ કબજે કરી કોની પાસેથી ડેટાની લીડ મેળવી અને અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાને 2 હજાર ભૂતપૂર્વ અફઘાન સૈનિકોની ભરતી કરી:આમાંથી ઘણા તાલિબાન સામે લડી ચૂક્યા છે, હવે બલોચ બળવાખોરો સામે લડશે
    Next Article
    ગુજરાતમાં સરકારી તંત્રને AI માટે હવે મળશે મફત GPU પાવર:સરકારી વિભાગો-સંસ્થાઓ-પસંદગીના AI સ્ટાર્ટઅપ્સને 100% સબસિડીથી હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સુવિધા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment