Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે યુરોપને કહ્યું- યુક્રેનને ફંડ આપવાનું બંધ કરો:પુતિન સાથે મુલાકાત બાદ કહ્યું- યુદ્ધ સમાપ્ત થવાથી પૈસા અને લોકોના જીવ બચશે

    1 day ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપને યુક્રેનને મળતી ફંડિંગ બંધ કરવા માટે કહ્યું છે. ધ ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, ટ્રમ્પે ગુરુવારે પુતિન સાથે વાતચીત કર્યા બાદ થોડા કલાકોમાં યુરોપિયન નેતાઓને ફોન કરીને આ વાત કહી હતી. વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે રશિયા શાંતિ સમજૂતી માટે તૈયાર છે. જો યુદ્ધ સમાપ્ત થઈ જાય તો યુરોપિયન દેશોના અબજો ડોલરનો ખર્ચ બચી શકે છે અને લોકોના જીવ પણ બચાવી શકાય છે. જોકે, અમેરિકન અધિકારીઓએ ટ્રમ્પે યુક્રેનની મદદ બંધ કરવાનો સીધો આદેશ આપ્યો હોવાનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે ટ્રમ્પ માત્ર યુદ્ધ સમાપ્ત કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા હતા. ટ્રમ્પે પુતિનને મિત્ર ગણાવ્યા, યુરોપમાં ચિંતા વધી ટ્રમ્પે આ ફોન ચીનના શેનઝેનમાં પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠક બાદ કર્યો હતો. લગભગ 90 મિનિટ ચાલેલી આ બેઠકમાં ટ્રમ્પે બધાની સામે પુતિનને ‘મારો મિત્ર’ ગણાવ્યા હતા. શી જિનપિંગે પણ ટ્રમ્પનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમને ગળે મળ્યા. આ બેઠકમાં યુરોપીય દેશોને સામેલ કરવામાં આવ્યા ન હતા. બીજી તરફ, યુરોપીય નેતાઓ યુક્રેનના સમર્થનમાં જર્મનીના બર્લિનમાં બેઠક કરી રહ્યા હતા. તેમાં બ્રિટનના વડાપ્રધાન એન્ડી બર્નહામ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી પણ સામેલ હતા. ડેનમાર્કનાં વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસને કહ્યું કે આ બેઠક બાદ પુતિનનું મનોબળ વધી શકે છે. તેમણે કહ્યું, “પુતિન ખુશ દેખાઈ રહ્યા છે. આ દુનિયાની શાંતિ અને યુક્રેન માટે સારો સંકેત નથી. મને લાગે છે કે હવે તેઓ યુરોપીય દેશો પર વધુ દબાણ બનાવશે.” ટ્રમ્પના દૂત બોલ્યા- આગામી વાતચીતમાં યુરોપ પણ સામેલ થશે ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનર પણ બર્લિનની બેઠકમાં સામેલ થયા હતા. વિટકોફે કહ્યું કે ટ્રમ્પે તેમને યુદ્ધ સમાપ્ત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા અને યુરોપીય દેશોને સાથે લઈને આગળ વધવાના નિર્દેશ આપ્યા છે. કુશનરે કહ્યું કે ટ્રમ્પ ઇચ્છે છે કે શાંતિ સમજૂતીની વાટાઘાટોમાં યુરોપ પણ સામેલ થાય. આગામી બેઠકમાં યુક્રેન, રશિયા, અમેરિકા અને યુરોપના પ્રતિનિધિઓ એકસાથે વાટાઘાટો કરશે. કુશનરે એવો પણ દાવો કર્યો કે પુતિન હવે યુક્રેનને નાટો જેવી સુરક્ષા આપવા માટે તૈયાર છે. નાટોના નિયમ મુજબ, કોઈ સભ્ય દેશ પર હુમલો થાય ત્યારે બાકીના દેશો તેની રક્ષા કરવામાં મદદ કરે છે. જોકે, ઝેલેન્સ્કીએ આ દાવા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે બધા દેશો આ સુરક્ષા ગેરંટીનો એકસરખો અર્થ સમજે છે કે નહીં. તેમણે પૂછ્યું કે શું આ અંતર્ગત અન્ય દેશોની સેનાઓ યુક્રેનમાં તહેનાત કરવામાં આવશે. ઝેલેન્સ્કીએ કહ્યું કે જો અમેરિકા યુક્રેનમાં પણ પોતાના સૈન્ય મથકો બનાવે, તો તેમનો દેશ તેનું સ્વાગત કરશે. પુતિને ક્રિમિયા બ્રિજ પરના હુમલાનો બદલો લેવાની ધમકી આપી શેનઝેન બેઠક બાદ પુતિને યુક્રેનને કડક ચેતવણી આપી. તેમણે કહ્યું કે ક્રિમિયા બ્રિજ પરના હુમલા બાદ હવે કોઈ સમજૂતી નહીં થાય. રશિયા તેનો જવાબ આપશે અને તેની કાર્યવાહી યુક્રેનના હુમલા કરતાં ઘણી વધુ કડક હશે. યુક્રેનની સેનાએ પુષ્ટિ કરી હતી કે તેણે આ જ અઠવાડિયે ક્રિમિયા બ્રિજ પર ત્રીજી વખત હુમલો કર્યો છે. આ પુલ યુરોપનો સૌથી લાંબો માર્ગ અને રેલવે પુલ છે. રશિયા માટે આ પુલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પુતિને યુક્રેનમાં યુરોપીય સૈનિકોની તૈનાતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે આરોપ લગાવ્યો કે યુક્રેન અને યુરોપીય દેશો યુદ્ધ સમાપ્ત કરવા માટે જરૂરી છૂટછાટો આપવા તૈયાર નથી. ત્રણેય દેશોની બેઠકમાં યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ સુદ્ધાં નહીં ટ્રમ્પ, પુતિન અને શી જિનપિંગે બેઠક બાદ એક સંયુક્ત જાહેરાત જારી કરી. તેમાં સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા, ઇંધણનો પુરવઠો વધારવા અને પરમાણુ હથિયારોના જોખમને ઘટાડવા માટે વાતચીત ચાલુ રાખવાની વાત કહેવામાં આવી. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન સાથેના અમેરિકાના સંઘર્ષનો તેમાં કોઈ ઉલ્લેખ નહોતો. ચૈથમ હાઉસની નિષ્ણાત લિન્ડસે ન્યૂમને જણાવ્યું કે આ બેઠક પરિણામોની દૃષ્ટિએ નહીં, પરંતુ દેખાવની દૃષ્ટિએ વધુ ઐતિહાસિક રહી. તેમના મતે, ત્રણેય નેતાઓએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી, પરંતુ યુક્રેન યુદ્ધ, ઈરાન સંઘર્ષ અને દુનિયામાં વધી રહેલી ઊર્જાના ભાવો જેવા મોટા પ્રશ્નો પર કોઈ નક્કર જવાબ મળ્યો નહીં.
    Click here to Read More
    Previous Article
    39 વર્ષની ઉંમરે માતા બની સામંથા રૂથ પ્રભુ!:કપલે શેર કરી દીકરાની પહેલી ઝલક; ખાસ ધાર્મિક મહત્ત્વ ધરાવતું નામ રાખ્યું
    Next Article
    અમરેલીમાં એસટીની અડફેટે આવતા બાઇક પર જતો આખો પરિવાર ખતમ:દંપતી-દીકરો-દીકરીના મોત, સુરત જાન લઈને જતી લક્ઝરી ભરૂચમાં ટેન્કર સાથે ટકરાઈ; 2 અકસ્માતમાં 7 મૃત્યુ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment