Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BMW કારના '0999' નંબર માટે 10.32 લાખની ઊંચી બોલી લાગી:ચાર એકા માટે 6.59 લાખ ખર્ચ્યા, સુરત RTOમાં નવી 'WA' સિરીઝની ધૂમ, 76 લાખની આવક

    एक दिन पहले

    સુરત આરટીઓ ખાતે ફોર વ્હીલર વાહનો માટે શરૂ થયેલી નવી 'WA' સિરીઝના પસંદગીના નંબરોની ઓનલાઇન હરાજીમાં વાહનમાલિકોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. નવી સિરીઝ ખુલતા જ પોતાની મોંઘીદાટ અને લક્ઝરી કાર માટે મનપસંદ નંબર મેળવવા સુરતીલાલાઓ વચ્ચે ભારે રસાકસી જામી હતી, જેના પરિણામે આરટીઓ તંત્રને અંદાજે રૂ.76 લાખથી વધુની તગડી આવક થઈ છે. '0999' નંબર માટે 10.32 લાખની સૌથી ઊંચી બોલી આ સમગ્ર હરાજી દરમિયાન સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર 'GJ05WA0999' નંબર રહ્યો હતો. આ નંબર કબજે કરવા માટે હરાજીના અંતિમ તબક્કા સુધી તીવ્ર સ્પર્ધા જામી હતી અને અંતે એક વાહનમાલિકે પોતાની લક્ઝરી BMW કાર માટે રૂ.10,32,000ની સૌથી ઊંચી બોલી લગાવીને બાજી મારી હતી. આ ઉપરાંત 'GJ05WA1111' નંબર માટે 6.59 લાખ અને 'GJ05WA0001' નંબર માટે રૂ.5.12 લાખની ઊંચી બોલી લાગી હતી. ટોપ-10 નંબરોથી જ 32.21 લાખની જંગી કમાણી આંકડાકીય વિગતો મુજબ, નવી 'WA' સિરીઝની ઓનલાઇન હરાજીમાં કુલ 434 વાહનમાલિકોએ ભાગ લઈને પોતાના મનપસંદ નંબરો મેળવ્યા છે. આશ્ચર્યજનક રીતે, માત્ર ટોપ-10 મોંઘા નંબરોની હરાજીમાંથી જ આરટીઓને કુલ 32,21,000 રૂપિયાની આવક થઈ છે, જે કુલ 76 લાખની આવકનો અંદાજે 42.38 ટકા હિસ્સો છે. ટોપ-10 નંબરોમાં '7777' માટે 2.19 લાખ, '0007' માટે 2.11 લાખ, '0009' માટે 1.51 લાખ અને '0123' નંબર માટે 1.31 લાખ રૂપિયાની બોલી નોંધાઈ હતી. 'આ વખતે ઓનલાઇન ઓક્શનમાં બોલી ખૂબ ઊંચી ગઈ' આ અંગે માહિતી આપતા સુરત આરટીઓ અધિકારી એચ. એમ. પટેલે જણાવ્યું હતું કે, સુરતીલાલા પહેલેથી જ પસંદગીના નંબર પ્રત્યે ખૂબ જ લાગણી અને ઘેલું ધરાવે છે, જેના કારણે આ વખતે ઓનલાઇન ઓક્શનમાં બોલી ખૂબ ઊંચી ગઈ છે. આ સિરીઝમાં BMW અને Jaguar જેવી લક્ઝુરિયસ ગાડીઓ માટે વાહનમાલિકોએ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા ઊંચી રકમ ચૂકવીને મનપસંદ નંબરો મેળવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં એસટીની અડફેટે આવતા બાઇક પર જતો આખો પરિવાર ખતમ:દંપતી-દીકરો-દીકરીના મોત, સુરત જાન લઈને જતી લક્ઝરી ભરૂચમાં ટેન્કર સાથે ટકરાઈ; 2 અકસ્માતમાં 7 મૃત્યુ
    Next Article
    ડ્રાઇવરનો મોબાઇલ હેક કરી ઠગાઈ આચરી:બેંક એકાઉન્ટમાંથી રૂ.1.52 લાખ સેરવી લીધા, 15 મિનિટમાં ત્રણ UPI ટ્રાન્ઝેક્શનથી ખાતું સાફ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment