Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં રામલલાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાંચમી શોભાયાત્રા, સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા

    10 hours ago

    ગઢડા શહેરમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરંપરા હેઠળ આ વર્ષે પાંચમી વખત શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં યોજાયેલી આ શોભાયાત્રામાં સંતો-મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા શહેરના મઘરપાટ અંબાજી ચોકથી પ્રસ્થાન થઈ હતી. આ શોભાયાત્રા જીનનાકા, વાઢાળાચોક, માણેકચોક, નવી કાપડ બજાર, જુના મંદિર, ટાવર રોડ, બોટાદના ઝાંપે અને હાઈસ્કૂલ ચાર રસ્તા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. તેમાં ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા અંદાજે 20 જેટલા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. ભજન મંડળીઓ, બેન્ડ અને ડીજેના તાલે યુવાનો 'જય શ્રી રામ'ના નારા સાથે ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કુલ ૧૦૩ જેટલા પોલીસકર્મીઓ બોડીવન કેમેરા, દૂરબીન અને વોકી-ટોકી જેવા આધુનિક સાધનો સાથે તૈનાત હતા. સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઈન્ટ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી, જેના પરિણામે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રા અંગેની માહિતી ગઢડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અર્જુન રાજ્યગુરુએ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    પીપલોદમાં વર્ક વિઝાના નામે લાખોની છેતરપિંડી:અલ્બેનિયામાં નોકરીની લાલચ આપી ગઠિયાએ 6 લોકો પાસેથી કુલ 16.66 લાખની રકમ પડાવી લીધી
    Next Article
    વડોદરામાં રંગેચંગે નીકળી રામનવમીની ભવ્ય શોભાયાત્રા:ફતેપુરામાં માનવ મહેરામણ ઉમટ્યું, ડીજે-આતશબાજી સાથે શાંતિપૂર્ણ યાત્રા પસાર, પોલીસની ડ્રોન અને ધાબા પરથી બાજ નજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment