Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીપલોદમાં વર્ક વિઝાના નામે લાખોની છેતરપિંડી:અલ્બેનિયામાં નોકરીની લાલચ આપી ગઠિયાએ 6 લોકો પાસેથી કુલ 16.66 લાખની રકમ પડાવી લીધી

    11 hours ago

    સુરત શહેરના પોશ ગણાતા પીપલોદ વિસ્તારમાં વિદેશ જવા ઈચ્છતા યુવાનો સાથે છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલ્બેનિયા દેશમાં સુપર માર્કેટમાં નોકરી અપાવવાના બહાને એક ગઠિયાએ 6 લોકો પાસેથી કુલ રૂ. 16.66 લાખની રકમ પડાવી લીધી હતી. આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઓળખીતા 6 મિત્રોને વિદેશ મોકલવાની લાલચ આપી મૂળ સેલવાસાના વતની અને હાલ સુરતના પીપલોદમાં રહેતા 39 વર્ષીય યોગેશભાઈ નટવરલાલ પ્રજાપતિએ આરોપી પ્રિયાંકકુમાર રાજેન્દ્રકુમાર ખત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રિયાંકકુમારે પોતાને વિદેશમાં નોકરી અપાવતા એજન્ટ તરીકે ઓળખાવ્યો હતો. તેણે યોગેશભાઈના છ ઓળખીતાઓને અલ્બેનિયા દેશમાં આવેલી જાણીતી 'સ્પાર સુપર માર્કેટ'માં વર્ક વિઝા સાથે નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. નકલી વર્ક વિઝા અને બોગસ એગ્રીમેન્ટ લેટર પકડાવ્યા આરોપી પ્રિયાંક એટલો શાતિર હતો કે તેણે ભોગ બનનારનો વિશ્વાસ જીતવા માટે અસલી જેવા લાગતા બોગસ એગ્રીમેન્ટ લેટર અને નકલી વર્ક વિઝા પણ મોકલી આપ્યા હતા. આ દસ્તાવેજો જોઈને ફરિયાદીને વિશ્વાસ બેઠો હતો કે પ્રક્રિયા સાચી દિશામાં ચાલી રહી છે. આરોપીએ વિઝા પ્રક્રિયા અને નોકરીના નામે પ્રતિ વ્યક્તિ રૂ. 3.5 લાખની માંગણી કરી હતી, જે પેટે તેણે ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. દોઢ વર્ષ સુધી વાયદાઓ કર્યા પણ વિઝા ન આપ્યા તપાસમાં સામે આવ્યું છે કે છેતરપિંડીનો આ સિલસિલો 20 ડિસેમ્બર 2024થી શરૂ થયો હતો અને 25 માર્ચ 2026 સુધી ચાલ્યો હતો. આ સમયગાળા દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી કુલ રૂ. 16,66,500 વસૂલ કર્યા હતા. લાંબો સમય વીતી જવા છતાં અને લાખો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં, જ્યારે યુવાનોને વિદેશ મોકલવાની કોઈ તજવીજ ન જણાઈ, ત્યારે ફરિયાદીએ પૈસા પરત માંગ્યા હતા. પીપલોદની 'સિદ્ધી ફોટો' દુકાન પર ખેલાયો ખેલ આ સમગ્ર છેતરપિંડીની લેતી-દેતી પીપલોદ જકાતનાકા પાસે આવેલી 'સિદ્ધી ફોટો' નામની દુકાન ખાતે થઈ હતી. પૈસા મેળવી લીધા બાદ આરોપી પ્રિયાંકકુમારે ગલ્લાં-તલ્લાં શરૂ કર્યા હતા. અંતે તેણે પૈસા પરત આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેતા યોગેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. છેવટે તેમણે કાયદાનો આશરો લઈ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી ઉમરા પોલીસે આ મામલે પ્રિયાંકકુમાર ખત્રી સામે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પો.સ.ઈ. બી.ડી. વાઘ ચલાવી રહ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ અગાઉ અન્ય કોઈ વ્યક્તિઓને પણ આ પ્રકારે વિદેશના બહાને ચૂનો લગાવ્યો છે કે કેમ. હાલ આરોપી ફરાર હોવાથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    પરિવારના ત્રાસથી નિવૃત્ત PIનો આપઘાત:ચૂંટણી પહેલાં પોલીસબેડામાં મોટો ફેરફાર; પાટીલની હર્ષ સંઘવીને ભલામણ, રાજ્ય પર ફરી માવઠાંનું સંકટ
    Next Article
    ગઢડામાં રામલલાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાંચમી શોભાયાત્રા, સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment