Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં રંગેચંગે નીકળી રામનવમીની ભવ્ય શોભાયાત્રા:ફતેપુરામાં માનવ મહેરામણ ઉમટ્યું, ડીજે-આતશબાજી સાથે શાંતિપૂર્ણ યાત્રા પસાર, પોલીસની ડ્રોન અને ધાબા પરથી બાજ નજર

    8 hours ago

    વડોદરા શહેરમાં રામનવમી પર્વને લઈ આજે ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં આજે 23 જેટલી શોભાયાત્રાઓ નીકળી છે. ત્યારે શહેરના સંવેદનશીલ ગણાતા કુંભારવાડા વિસ્તારમાં આવેલા ફતેપુરા વિસ્તારમાંથી રામજીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં લોખંડી બંદોબસ્ત સાથે નીકળી હતી. આ યાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફતેપુરા વિસ્તારમાંથી શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા પસાર સંવેદનશીલ ગણાતા ફતેપુરા વિસ્તારમાંથી રામનવમીને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આરતી બાદ ડીજેના તાલ અને ભવ્ય આતિશબાજી સાથે આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. રામજીની શોભાયાત્રાનું ભવ્ય ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર આરતી કરવામાં આવી હતી. ડ્રોન સાથેની ટેકનોલોજી સાથે પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું આ અંગે જોઇન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયાએ જણાવ્યું હતું કે, કમિશનર અને એમની સાથે સાથે જોઈન્ટ કમિશનર, એડિશનલ કમિશનર, તમામ ડી.સી.પી દ્વારા તમામ મોબાઈલ દ્વારા, મોટરસાઈકલ, ડ્રોન, બીજી વીડિયો એનાલિટિક્સ સાથેના ડ્રોન સાથેની ટેકનોલોજી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. એ જ પ્રમાણે જે 23 યાત્રાઓ અને 9 જેટલા ભંડારા છે એ પૈકી ઘણી યાત્રાઓ અત્યારે ચાલુ છે, ઘણી યાત્રાઓ અત્યારે નીકળવાની છે. શોભાયાત્રાની સાથે દરેક જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હાલમાં 6 એસ.આર.પી ની કંપનીઓ છે, 2000 કરતાં વધારે પોલીસનો સ્ટાફ છે, 50 જેટલા પી.આઈ., પી.એસ.આઈ. અધિકારીઓ બંદોબસ્તમાં અત્યારે તૈનાત છે અને ડીપ પોઈન્ટમાં શોભાયાત્રાની સાથે દરેક જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે. વડોદરા સંસ્કારી નગરી છે, ખૂબ સારો માહોલ છે. તમામ ધર્મના લોકો તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. આની પહેલા અમે દરેક ધર્મના આગેવાનો સાથે મીટીંગો કરી લીધી હતી. અત્યારે પણ જે મુખ્ય નાકાઓ છે ત્યાં બીજા ધર્મના જે અગ્રગણ્ય નાગરિકો છે તેઓ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ આજે શોભાયાત્રા નીકળવાની છે એમનું સ્વાગત કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગઢડામાં રામલલાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાંચમી શોભાયાત્રા, સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા
    Next Article
    Ahead Of Elections, Illicit Inducements Worth Over Rs 400 Crore Seized: Poll Body

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment