Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડભોલી-જહાંગીરપુરા બ્રિજ 'ક્રિકેટ ગ્રાઉન્ડ' બન્યું:મેન્ટેનન્સ માટે બ્રિજ બંધ થતાં રાત્રે વોકિંગ ટ્રેક અને પોળ જેવો માહોલ, લાંબુ ન ફરવું પડે તે માટે લોકો રોંગ સાઈડમાં હંકારે છે વાહનો

    14 hours ago

    સુરત શહેર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે, ત્યાં હાલ એક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. તાપી નદી પર ડભોલી અને જહાંગીરપુરાને જોડતો બ્રિજ હાલ વાહનોના ઘોંઘાટને બદલે બેટ-બોલના અવાજ અને બાળકોના કિલકિલાટથી ગુંજી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજના મેન્ટેનન્સ માટે બંધ કરવાના નિર્ણય બાદ આ બ્રિજ જાણે 'પ્લે ગ્રાઉન્ડ'માં ફેરવાઈ ગયો છે. બ્રિજના રિપેરિંગ માટે વાહનો માટે એક સાઈડ સંપૂર્ણ બંધ કરી દેવાઈ સુરતની ટ્રાફિક સમસ્યાને હળવી કરવામાં ડભોલી-જહાંગીરપુરા બ્રિજની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી બ્રિજની સપાટી પરના 'વેરીંગ કોટ' માં ઘસારો જોવા મળ્યો હતો. સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલ દ્વારા ટેકનિકલ તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, જો સમયસર આ સ્તરનું સમારકામ કરવામાં ન આવે, તો બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે. આથી, જનહિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તારીખ 11 ફેબ્રુઆરી 2026થી આ બ્રિજને તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે એક સાઈડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આ કામગીરી માટે 78 દિવસનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે. જો બધું જ આયોજન મુજબ ચાલશે, તો 30 એપ્રિલ 2026 સુધીમાં બ્રિજ ફરીથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. રાત પડે ને બ્રિજ ચોપાટીમાં ફેરવાય તેવો જામે છે માહોલ બ્રિજ બંધ થતાની સાથે જ એક તરફ વાહનચાલકો માટે ડાયવર્ઝનની સમસ્યા ઊભી થઈ છે, તો બીજી તરફ આસપાસના રહીશો માટે આ બ્રિજ જાણે ફરવા માટેની ચોપાટી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે સાંજે 9:00 વાગ્યા પછી અહીં લોકોની ભારે ભીડ જામે છે અને બાળકો ક્રિકેટર રમી રહ્યા છે જ્યારે વડીલો ખુલ્લી હવાની મોજ માણી રહ્યા છે. સાંજના આઠ વાગ્યા પછી ડભોલી અને જહાંગીરપુરા બંને છેડેથી યુવાનોની ટોળકીઓ સ્ટમ્પ અને બેટ લઈને બ્રિજ પર ઉતરી આવે છે. બ્રિજના લાંબા સ્પાન પર એક સાથે 10થી 15 ક્રિકેટની મેચો ચાલતી હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. BRTS કોરિડોર જાણે ક્રિકેટનું મેદાન હોય તેવો નજારો સુરતની શાન ગણાતી BRTS લેન, જ્યાં બસો દોડતી હતી, ત્યાં હવે નાના બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. BRTS કોરિડોર જાણે ક્રિકેટનું મેદાન હોય તેમ બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. ગંભીર બાબત એ છે કે તે દડો ફેંકતા રોડ પર જાય છે અને અનેક કાર સાથે અથડાય છે, કોઈ બાઈક સાથે અથડાય છે અને બાળકો આ કોરીડોર કૂદીને બોલ લેવા જાય છે. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ રહેશે તે પણ એક સવાલ છે. વડીલો અને મહિલાઓ રાતે બ્રિજ પર ટહેલવા નીકળે છે આ માત્ર રમતગમત પૂરતું મર્યાદિત નથી. આસપાસની સોસાયટીઓના વડીલો અને મહિલાઓ પણ રાત્રિના સમયે બ્રિજ પર ટહેલવા નીકળે છે. ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે લોકો બ્રિજ પર જ બેસીને નાસ્તો કરતા અને ગપ્પાં મારતા જોવા મળે છે. જાણે આ બ્રિજ કોઈ રિવરફ્રન્ટ ગાર્ડન હોય તેવો અહેસાસ સ્થાનિકોને થઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 78 દિવસ પડકારજનક એક તરફ જ્યારે લોકો આ સ્થિતિનો આનંદ માણી રહ્યા છે, ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ 78 દિવસ પડકારજનક છે. આ બ્રિજની એક સાઈટ ચાલુ હોવાથી રાત્રિના સમયે રોંગ સાઈડમાં વાહન ચાલકો આવી રહ્યા છે. લાંબુ ફરવા ન જવું પડે તેથી વાહનચાલક આ બ્રિજ પર રોંગ સાઈડમાં આવી રહ્યા છે, લોકો અહીં બેસી રહ્યા છે ત્યારે રાત્રિના સમયે અહીં રોંગ સાઈડમાંથી આવતા વાહનોને કારણે અકસ્માત થવાનો ભય રહે છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરેઠ પેટાચૂંટણી, 612 EVMનું પ્રથમ તબક્કાનું ચેકિંગ પૂર્ણ:રાજકીય પક્ષોની હાજરીમાં આણંદમાં તૈયારીઓ તેજ, અધિકારીઓએ નિરીક્ષણ કર્યું
    Next Article
    રાજુલા પોલીસે સાયબર ફ્રોડના આરોપીને ઝડપ્યો:અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ઇન્દોરથી આરોપીને દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment