Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરેઠ પેટાચૂંટણી, 612 EVMનું પ્રથમ તબક્કાનું ચેકિંગ પૂર્ણ:રાજકીય પક્ષોની હાજરીમાં આણંદમાં તૈયારીઓ તેજ, અધિકારીઓએ નિરીક્ષણ કર્યું

    16 hours ago

    ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. 23મી એપ્રિલે યોજાનારી આ ચૂંટણી માટે આણંદ-સોજીત્રા રોડ સ્થિત EVM વેરહાઉસ ખાતે મશીનોના પ્રથમ તબક્કાનું ચેકિંગ (FLC) પૂર્ણ થયું છે. આ પ્રક્રિયા 23મી માર્ચથી શરૂ કરવામાં આવી હતી. ઉમરેઠ વિધાનસભા વિસ્તારના કુલ 306 મતદાન મથકો માટે 306 મુખ્ય અને 306 વધારાના મળીને કુલ 612 EVM તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ તમામ મશીનોનું પ્રથમ તબક્કાનું ચેકિંગ નિયમ મુજબ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી પંચના સંયુક્ત નિર્વાચન અધિકારી અને EVM નોડલ ઓફિસર ડી.આર. ભામરએ રવિવારે રૂબરૂ વેરહાઉસની મુલાકાત લીધી હતી. તેમણે ચાલી રહેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુનએ ટેકનિકલ ચેકિંગની વિગતવાર માહિતી પૂરી પાડી હતી. ચૂંટણી પંચની પારદર્શક નીતિ અનુસાર, આ સમગ્ર ચેકિંગ પ્રક્રિયા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ હાજરીમાં કરવામાં આવી હતી. સંયુક્ત નિર્વાચન અધિકારીએ હાજર રહેલા રાજકીય પક્ષના અગ્રણીઓ સાથે મશીનોની સુરક્ષા અને તપાસ પ્રક્રિયા અંગે સંવાદ કર્યો હતો. રાજકીય પક્ષોના તમામ પ્રતિનિધિઓએ આ પ્રક્રિયા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી પેટાચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને ટેકનિકલ ક્ષતિ રહિત યોજાય તે માટે તમામ સ્તરે કડક અમલવારી કરવામાં આવી રહી છે. હાલમાં એન્જિનિયરોની ટીમ દ્વારા દરેક મશીનની કાર્યક્ષમતા ચકાસવાની કામગીરી અંતિમ તબક્કામાં છે, ત્યારબાદ આ મશીનોને સુરક્ષિત રીતે સીલ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચ્યું:ગરમીનો પ્રકોપ વધ્યો, જનજીવન પ્રભાવિત થયું, બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી
    Next Article
    ડભોલી-જહાંગીરપુરા બ્રિજ 'ક્રિકેટ ગ્રાઉન્ડ' બન્યું:મેન્ટેનન્સ માટે બ્રિજ બંધ થતાં રાત્રે વોકિંગ ટ્રેક અને પોળ જેવો માહોલ, લાંબુ ન ફરવું પડે તે માટે લોકો રોંગ સાઈડમાં હંકારે છે વાહનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment