Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચ્યું:ગરમીનો પ્રકોપ વધ્યો, જનજીવન પ્રભાવિત થયું, બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી

    18 hours ago

    ભરૂચ જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદ બાદ ફરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. હાલ જિલ્લામાં તાપમાન આશરે 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી રહી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ જિલ્લામાં ભારે ગરમી અનુભવાઈ હતી. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ અઠવાડિયા પહેલા ફૂંકાયેલા વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી, જે રાહત માત્ર થોડા દિવસો પૂરતી જ મર્યાદિત રહી. ગરમીથી બચવા માટે શહેરમાં ઠંડા પીણાં, શેરડીનો રસ અને બરફની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો સૂર્યપ્રકાશથી બચવા માટે માથે ટોપી, આંખે ચશ્મા અને મોઢે માસ્ક કે રૂમાલનો ઉપયોગ કરી રહ્યા છે. મહિલાઓ પણ મોઢા પર ઓઢણી અથવા માસ્ક બાંધીને બહાર નીકળતી જોવા મળે છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા પણ લોકોને બપોરના તડકામાં બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મારવાડી યુનિવર્સિટીનો કમ્પ્યુટર સાયન્સમાં વૈશ્વિક ડંકો:QS વર્લ્ડ રેન્કિંગમાં મેળવ્યું સ્થાન, IIT સાથે ટોપ 40માં સ્થાન મેળવનારી ગુજરાતની એકમાત્ર ખાનગી યુનિવર્સિટી
    Next Article
    ઉમરેઠ પેટાચૂંટણી, 612 EVMનું પ્રથમ તબક્કાનું ચેકિંગ પૂર્ણ:રાજકીય પક્ષોની હાજરીમાં આણંદમાં તૈયારીઓ તેજ, અધિકારીઓએ નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment