Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલા પોલીસે સાયબર ફ્રોડના આરોપીને ઝડપ્યો:અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ઇન્દોરથી આરોપીને દબોચ્યો

    10 hours ago

    અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઈમના વધતા બનાવો વચ્ચે રાજુલા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને ASP જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ, રાજુલા પોલીસે સાયબર ફ્રોડના એક અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી ઝડપી પાડ્યો છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ સાયબર ફ્રોડ કેસમાં, ફરિયાદીને 'જાનવી' નામની મહિલાએ મોબાઈલ નંબર દ્વારા સંપર્ક કર્યો હતો. તેણે શેર માર્કેટમાં નફો કરાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ 'અભિષેક શર્મા' નામના વ્યક્તિએ નુકસાન થયેલી રકમ પાછી અપાવવાની ખાતરી આપી, ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ બનાવડાવ્યું હતું. QR કોડ મારફતે વિવિધ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂ. 75,800ની છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદીને છેતરપિંડીની જાણ થતાં તેણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી અરજી નોંધાવી હતી. ત્યારબાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજુલા પીઆઈ વિજય કોલાદરાના માર્ગદર્શન હેઠળ રચાયેલી ટીમે ટેક્નિકલ એનાલિસિસ, બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ અને ATMના CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી હતી. વધુ તપાસ દરમિયાન, પોલીસે આરોપી અંશુમન કમલેશકુમાર તંવર (રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ)ને મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ વિજય કોલાદરા, PSI આર.એલ. રાઠોડ તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ. મધુ પોપટ, એ.એસ.આઈ. બહાદુર વાળ, હરપાલસિંહ ગોહિલ, હરેશ વાળા, મનુ માંગાણી, સુરેશ મેર, એ.એસ.આઈ. હરેશ કવાડ, ચંદ્રેશ કવાડ, રામ ભમ્મર તથા પૃથ્વીરાજસિંહ ચાવડાએ સફળતાપૂર્વક યોગદાન આપ્યું હતું. રાજુલા પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અને અજાણ્યા લોકોની લાલચમાં આવી કોઈપણ પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ડભોલી-જહાંગીરપુરા બ્રિજ 'ક્રિકેટ ગ્રાઉન્ડ' બન્યું:મેન્ટેનન્સ માટે બ્રિજ બંધ થતાં રાત્રે વોકિંગ ટ્રેક અને પોળ જેવો માહોલ, લાંબુ ન ફરવું પડે તે માટે લોકો રોંગ સાઈડમાં હંકારે છે વાહનો
    Next Article
    સુરત-ભાવનગર બાર એસો. વકીલ અનિરૂદ્ધસિંહ ઝાલાના સમર્થનમાં:ગેરસમજને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ઝડપથી ઉકેલવા માંગ, વકીલોના ગ્રુપમાં મેસેજ ફરતા થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment