Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવકા પિતાથી ગર્ભવતી બનેલી પીડિતાઓના ગર્ભપાતનો નિર્ણય:માતાની સહમતી બાદ બન્નેને હોસ્પિટલમાં દાખલ કરાઈ; કોર્ટની મંજૂરીની જરૂર નહીં પડે

    15 hours ago

    ગત દિવસોમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામે માનવતાને શરમાવે તેવી અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. એક નરાધમ સાવકા પિતાએ પોતાની જ બે સગીર પુત્રીઓને હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે અને હવે બંને પીડિત સગીરાઓને ગર્ભપાત માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે તબીબી અને કાયદાકીય કાર્યવાહી નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી ભાવેશ પટેલે જણાવ્યું કે, માતાની સહમતીથી બંને સગીરાઓનો ગર્ભપાત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. કાયદા મુજબ 25 અઠવાડિયાથી ઓછો ગર્ભ હોવાથી કોર્ટની મંજૂરીની જરૂર નથી, તેથી ટૂંક સમયમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ રીતે ખુલાસો થયો હતો આ શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા માતા-પિતા તેને કુકેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) લઈ ગયા હતા. ત્યાં તબીબી તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું જણાતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. વધુ તપાસ માટે તેને ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે લઈ જવામાં આવી, જ્યાં નિષ્ણાતોએ તે 20 અઠવાડિયાનો ગર્ભ ધરાવતી હોવાની પુષ્ટિ કરી હતી. બીજી પુત્રી પણ નીકળી પીડિત જ્યારે માતાએ નાની દીકરીની પૂછપરછ કરી, ત્યારે તેણે રડતા રડતા સાવકા પિતા અનિલ રાઠોડના કાળા કરતૂતોની આપવીતી જણાવી હતી. આ દરમિયાન તેની મોટી બહેન પણ રડતી હોવાથી તેની તપાસ કરાવતા જાણવા મળ્યું કે તે પણ 11 અઠવાડિયાની ગર્ભવતી છે. આમ, એક જ નરાધમ પિતાએ પોતાની બંને દીકરીઓનું શારીરિક શોષણ કર્યું હતું. ધમકી આપી ગુજારતો હતો અત્યાચાર બંને સગીરાઓએ જણાવ્યું કે, તેમનો પિતા જંગલમાં લાકડા લેવા જવાના બહાને અથવા રાત્રે પરિવાર સૂઈ જાય ત્યારે તેમની સાથે પરાણે સંબંધ બાંધતો હતો. જો તેઓ કોઈને જાણ કરે તો તેમને અને તેમની માતાને જમવાનું નહીં આપવાની ધમકી આપીને તે મોઢું બંધ રખાવતો હતો. પોલીસ કાર્યવાહી પીડિતોની માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે આરોપી અનિલ રાઠોડ વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને કાયદેસરની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવાપરા ફાયરિંગ કેસમાં ફરાર હાલારી બંધુઓ ઝડપાયા:વલી હાલારી અને તોફિક હાલરીને ઝડપી કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના પોલીસ રિમાન્ડ પર
    Next Article
    વલસાડમાં 44 લાખનો વિદેશી દારૂ પકડાયો:સોયાબીનની આડમાં દારૂની હેરાફેરી, હરિયાણાના બે શખ્સોની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment