Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવાપરા ફાયરિંગ કેસમાં ફરાર હાલારી બંધુઓ ઝડપાયા:વલી હાલારી અને તોફિક હાલરીને ઝડપી કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના પોલીસ રિમાન્ડ પર

    13 hours ago

    ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અગાઉથી ફરાર રહેલા બે આરોપી વલી હાલારી અને તેનો ભાઈ તોફિક હાલારીને પોલીસે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા મળતી માહિતી મુજબ આ બનાવ તા. 22 માર્ચના રોજ વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે બન્યો હતો. નવાપરા વિસ્તારમાં આવેલા ગ્રીન કોમ્પ્લેક્સમાં રહેતા જાહિદ લોંડીયા પર અજાણ્યા શખસોએ રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. આ મામલે જાહિદ લોંડીયાએ નિલમબાગ પોલીસ મથકે કુલ 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફારૂક હુસેનભાઈ મન્સૂરી, કુલદીપ ધીરજભાઈ અગ્રાવત, ચેતન દયાલભાઈ, અસ્વીન ઉર્ફે અલી ગીરધરભાઈ વસાયા, રુદ્ર દયાનંદ પૂજારી અને ફેઝાન ફિરોઝભાઈ બેલીમનો સમાવેશ થાય છે. જોકે, બનાવ બાદ વલી હાલારી અને તોફિક હાલારી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. પોલીસે સતત તપાસ અને શોધખોળ ચાલુ રાખી અને ગત રાત્રે બંને ભાઈઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. કોર્ટે પકડાયેલા બંને ભાઈઓને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો આજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પોલીસ હવે રિમાન્ડ દરમિયાન વધુ તપાસ હાથ ધરી કેસ સંબંધિત વધુ વિગતો બહાર લાવવાનો પ્રયાસ કરશે. આ બનાવને લઈને શહેરમાં લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો, ત્યારે આરોપીઓની ધરપકડ બાદ થોડો રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે જણાવ્યું છે કે કેસની તપાસ હજી ચાલુ છે અને આવનાર સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    મોદી ઈરાન યુદ્ધ પર કાલે બધા મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે:સંસદમાં કહ્યું હતું- આવનારો સમય પરીક્ષા લેશે, રાજ્ય-કેન્દ્રએ મળીને કામ કરવું પડશે
    Next Article
    સાવકા પિતાથી ગર્ભવતી બનેલી પીડિતાઓના ગર્ભપાતનો નિર્ણય:માતાની સહમતી બાદ બન્નેને હોસ્પિટલમાં દાખલ કરાઈ; કોર્ટની મંજૂરીની જરૂર નહીં પડે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment