Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં રામ નવમી, રઘુવંશી ગૌરવ દિવસ ઉજવાયો:હાલાઈ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ એકતા સાથે સમૂહ ફરાળી પ્રસાદીનું આયોજન

    12 hours ago

    વેરાવળ હાલાઈ લોહાણા મહાજન દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ 'રઘુવંશી ગૌરવ દિવસ' તરીકે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે જ્ઞાતિ એકતાના દર્શન કરાવતા સમૂહ ફરાળી પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રામ જન્મોત્સવ બપોરે 12 કલાકને 05 મિનિટે ઉજવાયો હતો. આ સમયે મહાજનના હોદ્દેદારો, મહિલા મંડળના અગ્રણીઓ સહિત અનેક ભાવિક ભક્તોએ સમૂહ મહાઆરતીમાં ભાગ લીધો હતો. ઉપસ્થિત બહેનો અને દીકરીઓએ તાલી રાસ સાથે ફૂલહાર અને પુષ્પવર્ષા કરીને રામ જન્મનું સ્વાગત કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ અને ભીડીય ભાલકામાં વસતા સમસ્ત રઘુવંશી પરિવારજનો માટે રામનવમીના રોજ શ્રી લોહાણા મહાજન વાડી, સટ્ટા બજાર, વેરાવળ ખાતે સમૂહ ફરાળી પ્રસાદીનું આયોજન કરાયું હતું. સવારે 11 :00 કલાકથી જ ગોરબાપા ભરતભાઈ જોષી દ્વારા રામ જન્મોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ અવસરે શ્રી હાલાઈ લોહાણા મહાજન વેરાવળના પ્રમુખ વિક્રમ વી. તન્ના, ઉપપ્રમુખ મુકેશ આર. રૂપારેલીયા સહિત કારોબારી સભ્યો, મંત્રીઓ અને રામ જન્મોત્સવ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શોભાબેન તન્ના સહિત મહાજન મહિલા અગ્રણીઓ, મહિલા મંડળ અને રઘુવીર સેના મહિલા પાંખના હોદ્દેદારો તથા સભ્યોએ પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમૂહ પ્રસાદી માટે બહેનો અને સિનિયર સિટીઝનો માટે ડાઇનિંગ ટેબલ પર અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેણે ભક્તિમય વાતાવરણમાં રઘુવંશીઓની એકતાના દર્શન કરાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ‘ગન કલચર’ વધ્યું:પોલીસ લોકોની સુરક્ષા માટે નહીં પણ AAP કાર્યકરોને ડરાવવા-ધમકાવવાનું કામ કરે છે : ગોપાલ ઇટાલીયાના ભાજપ સરકાર પર આકરા પ્રહાર
    Next Article
    ત્રીજા માળેથી દર્દીનો કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ:ગોડાદરાની હોસ્પિટલમાં હાઈવોલ્ટેજ ડ્રામા; ફાયર વિભાગે વાતોમાં ભોળવી રેસ્ક્યૂ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment