Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રીજા માળેથી દર્દીનો કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ:ગોડાદરાની હોસ્પિટલમાં હાઈવોલ્ટેજ ડ્રામા; ફાયર વિભાગે વાતોમાં ભોળવી રેસ્ક્યૂ કર્યું

    11 hours ago

    સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી હતી. આસપાસ ત્રણ રસ્તા પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક યુવકે ત્રીજા માળેથી કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની સતર્કતા અને સમયસૂચકતાને કારણે યુવકનો આબાદ બચાવ થયો છે. હોસ્પિટલના ત્રીજા માળે મચી અફરાતફરી મળતી વિગતો અનુસાર, ગોડાદરા ચોકડી સ્થિત શ્રીજી આર્કેડમાં ત્રીજા માળે એક ખાનગી હોસ્પિટલ આવેલી છે. અહીં 30 વર્ષીય એક અસ્થિર મગજનો યુવક સારવાર હેઠળ હતો. આજે આ યુવક અચાનક હોસ્પિટલની બારીમાંથી બહાર નીકળી પાળીના ભાગે પહોંચી ગયો હતો. યુવકને જોખમી રીતે બારી પર ચઢેલો જોઈ હોસ્પિટલ સ્ટાફ અને નીચે ઉભેલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ધમાચકડી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડનું દિલધડક ઓપરેશન ઘટનાની જાણ થતા જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક અસરથી ફાયર ફાઈટરોની ટીમને હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. યુવક નીચે કૂદવાની જીદ પર અડગ હતો, ત્યારે ફાયરના જવાનોએ ખૂબ જ ધીરજથી કામ લીધું હતું. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન જવાનોએ યુવક સાથે વાતચીત શરૂ કરી તેને વાતોમાં ભોળવ્યો હતો. જવાનોએ તેને સાંત્વના આપતા કહ્યું કે, તને અમે બચાવી લઈશું, તને કઈ જ નહીં થવા દઈએ. ભારે જહેમત બાદ યુવક સુરક્ષિત જ્યારે બે જવાનો વાતો દ્વારા યુવકનું ધ્યાન ભટકાવી રહ્યા હતા, ત્યારે અન્ય જવાનોએ હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બારી પાસે પહોંચીને યુવકને મજબૂતાઈથી પકડી પાડ્યો હતો. આખરે ભારે જહેમત બાદ યુવકને સહીસલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવક સુરક્ષિત નીચે આવતા જ હોસ્પિટલ સ્ટાફ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર બ્રિગેડની આ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં રામ નવમી, રઘુવંશી ગૌરવ દિવસ ઉજવાયો:હાલાઈ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ એકતા સાથે સમૂહ ફરાળી પ્રસાદીનું આયોજન
    Next Article
    Apple may preview revamped Siri at WWDC ’26 amid AI push: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment