Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતવાણી:પ્રાર્થનામાં સંસારીક માંગણી ટાળી દિવ્ય સુખ માંગો: સાધુ પ્રેમવત્સલદાસજી

    11 hours ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા ચારિત્ર્ય ઘડતરના ઉપદેશમાં એક પ્રેરણાદાયી ગુરુ-શિષ્યનો પ્રસંગ ટાંકીને મહત્વપૂર્ણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રાર્થનામાં સંસારીક માંગણીઓ કરવાને બદલે ભગવાનનું દિવ્ય સુખ માંગવું જોઈએ. આજે મોટાભાગના લોકો મંદિરમાં દર્શન કરવા જાય છે અને મસ્તક નમાવે છે, જે સારી બાબત છે. પરંતુ હવે આપણે થોડી વધુ સમજણ કેળવવાની જરૂર છે. લોકો ઘણીવાર ભૌતિક વસ્તુઓ માટે પ્રાર્થના કરે છે, જ્યારે આધ્યાત્મિક સુખની ઉપેક્ષા કરે છે. આ સંદર્ભમાં, તેમણે એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ વર્ણવ્યો. એક દિવસ શિષ્યે ગુરુને પૂછ્યું કે, આપણી કથાવાર્તા બધા સાંભળે છે, છતાં લોકોને ભગવાન કેમ મળતા નથી? ગુરુએ શિષ્યને દરેકના ઘરે જઈને તેમની જરૂરિયાતો પૂછવા કહ્યું. શિષ્યે એક યાદી બનાવીને ગુરુને આપી. આ યાદીમાં મોટાભાગના લોકોએ નોકરી, પૈસા, મકાન, પત્ની વગેરે જેવી સંસારીક વસ્તુઓની માંગણી કરી હતી. ગુરુએ યાદી વાંચીને કહ્યું કે, આ જ કારણ છે. યાદીમાં કોઈએ 'ભગવાન જોઈએ છે' તેવું લખાવ્યું જ ન હતું. લોકો સત્સંગમાં આવે છે, પણ આ ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ માટે જ આવે છે. ગુરુએ સ્પષ્ટ કર્યું કે ભગવાનને પામવા માટે જે આવે છે તેને જ ભગવાન મળે છે. તેથી, મંદિરમાં જઈને ભગવાન મળે તેવી પ્રાર્થના કરવી જોઈએ. જો ભગવાન મળશે તો પછી લક્ષ્મી, પદાર્થો અને અન્ય બધી જ વસ્તુઓ આપોઆપ મળી જશે.
    Click here to Read More
    Previous Article
    250 વર્ષ જૂના રામજી મંદિરમાં રામન્મોત્સવની ધામધૂમથી ઉજવણી:તાત્યા ટોપે અહીં ટહલદાસ મહારાજ રૂપે રહ્યા; 40 હજાર ભક્તો લેશે મહાપ્રસાદ; ગેસ સિલિન્ડરની અછતને કારણે બે વાનગી રદ કરાઇ
    Next Article
    PM મોદીના 8931 દિવસ:2001માં જ્યારે મોદીએ સુકાન સંભાળ્યું ત્યારે ગુજરાત અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યું હતુંઃ જગદીશ વિશ્વકર્મા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment