Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જટિલ સરકારી નિયંત્રણોથી ખનન પ્રક્રિયા ઠપ‎:થાનના 250 કારખાનાને મહિને ત્રણ લાખ ટન માટી સામે 40% જ મળે છે

    1 day ago

    થાનમાં સીરામિક કલેની ભારે અછત હોવાથી 40 ટકા જ માલ મળે છે.જેના કારણે બિનજરૂરી નિયંત્રણો દૂર ન થાય તો ઉદ્યોગો બંધ થવાની અને હજારો શ્રમિકો બેરોજગાર બનવાની ભીતિ છે.આથી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થાન વિસ્તારના સિરામિક ઉદ્યોગકારોની વ્યાજબી અને ગંભીર સમસ્યા અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ખાણ અને ખનિજ વિભાગને લેખિત રજૂઆત કરી છે સુરેન્દ્રનગર જિલ્લાની ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પાઠવેલા પત્રમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. થાનગઢના 250 સીરામિક કારખાનાઓને પોતાની ઉત્પાદન ક્ષમતા પૂર્ણ રાખવા માટે દર મહિને 2.5 લાખથી 3 લાખ ટન સીરામિક ક્લે માટીની જરૂરિયાત રહે છે. તેની સામે ખાણ-ખનિજ વિભાગના જટિલ નિયંત્રણોથી ઉદ્યોગકારોને માત્ર 30% થી 40% જથ્થો 80,000થી 1,00,000 ટન મળી રહ્યો છે. ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સના દિનેશભાઇ તુરખીયા, દિલીપસિંહ પરમાર, સુમીતભાઇ પટેલ, કેયુરભાઇ કોઠારીએ ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન રોકવાના નામે સ્થાનિક લીઝ ધારકો પર અતિ-કડક અને જટિલ નિયમો લદાયા છે. કાયદેસર રીતે નવી ખાણ લીઝ કે પરવાના માટેની અરજીઓ લાંબા સમયથી સરકારી ટેબલો પર અટકેલી છે. આ ઉપરાંત, માટીના પરિવહન માટે ઓનલાઈન રોયલ્ટી પાસ મેળવવાની પ્રક્રિયામાં ટેકનિકલ ખામીઓ અને કડક નીતિઓનેકારણે સમયસર મંજૂરી મળતી નથી. ખર્ચ વધતા ઉદ્યોગો બંધ થવાની અણિ પર સ્થાનિક કક્ષાએ પૂરતી માટી ન મળવાના કારણે સીરામિક એકમોએ કાં તો ઉત્પાદન અડધું કરવું પડ્યું છે અથવા રાજસ્થાનથી મોંઘા ભાવે અને ઊંચા પરિવહન ખર્ચે માટી મંગાવવી પડે છે. જેના કારણે ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચી ગયો છે. જો આ કટોકટીનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો 250થી વધુ કારખાનાઓ બંધ થઈ જશે, જેનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નિર્ભર 50 હજાર શ્રમિકો બેરોજગાર બનશે. ઝાલાવાડ ચેમ્બરે સરકારની એમએસએમઇ પોલીસીના મૂળ ભાવને સાર્થક કરવા નિયમો હળવા કરી, ઝડપી લીઝ મંજૂર કરવા અને નિયમિત માટી પુરવઠો સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીને અપીલ કરી છે
    Click here to Read More
    Previous Article
    ઝાલાવાડમાં 14 માસમાં અકસ્માતોની વણઝાર:સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાઇવે સેફ્ટી ટાસ્ક ફોર્સ એક્શનમાં
    Next Article
    રાજસ્થાનનો સપ્લાયર વોન્ટેડ જાહેર:મોટા ગામ નજીક બ્રાઉન હેરોઈન, મેફેડ્રોન ડ્રગ્સ અને ગાંજા સાથે ડીસાનો શખ્સ ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment