Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનનો સપ્લાયર વોન્ટેડ જાહેર:મોટા ગામ નજીક બ્રાઉન હેરોઈન, મેફેડ્રોન ડ્રગ્સ અને ગાંજા સાથે ડીસાનો શખ્સ ઝબ્બે

    1 day ago

    પાલનપુર નજીક કારમાંથી બ્રાઉન હેરોઈન, મેફેડ્રોન અને ગાંજા સાથે શખ્સ ઝડપાયો હતો. પોલીસે રૂ.2.02 લાખનું 10.100 ગ્રામ બ્રાઉન હેરોઈન, રૂ.19,470ની કિંમતનું 6.490 ગ્રામ મેફેડ્રોન (MD) અને 2.620 ગ્રામ ગાંજો મળી રૂ.2.21 લાખ, કાર, રોકડ રકમ જપ્ત કર્યા હતા. તપાસમાં ડ્રગ્સ રાજસ્થાનના યુવકે આપ્યાનો ખુલાસો થયો.પોલીસે રૂ.5.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી છે, ગઢ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.વસાવા અને તેમની ટીમ શુક્રવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે પોલીસે પાલનપુર તાલુકાના મોટા ગામના પાટિયા નજીક હનુમાન મંદિર પાસે વોચ ગોઠવી હતી. ત્યારે ડીસા તરફથી કાર (જીજે-08-સીસી-1815) આવતા જ પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી. પોલીસે કાર ચાલક રમેશકુમાર ઉર્ફે પીન્ટુ શાંતીલાલ ઠક્કર (રહે.ડીસા)ની અંગઝડતી કરતા તેના પેન્ટના ડાબી બાજુના ખિસ્સામાંથી ત્રણ પ્લાસ્ટિકની જીપલોક થેલીઓ મળી હતી. જેમાં તપાસ કરતા ક્રિમ કલરનો પાવડર, આછો બદામી કણીકામય પદાર્થ અને વનસ્પતિજન્ય લીલાશ પડતો પદાર્થ મળી આવ્યો હતો.FSL અધિકારીએ રાસાયણિક પરીક્ષણ કરતા આ પદાર્થો બ્રાઉન હેરોઈન, મેફેડ્રોન (MD) અને ગાંજો હોવાનું સામે આવ્યું હતું. રાજસ્થાનનો સપ્લાયર વોન્ટેડ જાહેર પકડાયેલા આરોપી રમેશકુમારની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે, આ ડ્રગ્સનો જથ્થો તેને રાજસ્થાનના ગોપાલસિંહ સોલંકી નામના શખ્સે ડીસા રાજમંદિર પાસે રોડ ઉપર આપ્યો હતો. આરોપી આ ડ્રગ્સ અંગત વપરાશ માટે લાવ્યાનું જણાવ્યું હતું.સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી. આરોપી રમેશકુમાર
    Click here to Read More
    Previous Article
    જટિલ સરકારી નિયંત્રણોથી ખનન પ્રક્રિયા ઠપ‎:થાનના 250 કારખાનાને મહિને ત્રણ લાખ ટન માટી સામે 40% જ મળે છે
    Next Article
    હાઈપ્રોફાઈલ જુગારધામ પર એલસીબીની રેડ‎:હરસોલમાં રહેણાંક મકાનમાં જુગાર રમતાં 9 શખ્સો રૂ. 12 લાખની મત્તા સાથે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment