Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના 8931 દિવસ:2001માં જ્યારે મોદીએ સુકાન સંભાળ્યું ત્યારે ગુજરાત અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યું હતુંઃ જગદીશ વિશ્વકર્મા

    9 hours ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી દિવસોમાં જાહેર થવાની શક્યતાઓ વચ્ચે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ખાસ કરીને પ્રદેશ ભાજપે ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક ગતિવિધિઓ ઝડપી બનાવી છે. આગામી સપ્તાહથી મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયત માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરી છે. આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં રૂપે પ્રદેશ ભાજપે તાજેતરમાં જ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ અને ચૂંટણી સંચાલન સમિતિની રચના કરી છે. જેના આધારે હવે ઉમેદવારોની પસંદગી માટે વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવી રહી છે. ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોની ટીમો રચાશે આજરોજ કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નિરીક્ષકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા અને શહેર સ્તરે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ચાર-ચાર નિરીક્ષકોની ટીમો રચવાનો નિર્ણય લેવાયો હતો. નિરીક્ષકોની નિમણૂક બાદ તેઓને ફાળવેલા જિલ્લા અને મહાનગરોમાં ત્રણ દિવસ સુધી સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે પરામર્શ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયત માટે સંભવિત ઉમેદવારોના નામો અંગે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે અને વોર્ડવાઇઝ પેનલ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલી પેનલ યાદીઓ સાથે જિલ્લા આગેવાનોની હાજરીમાં પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ એપ્રિલના બીજા સપ્તાહથી બેઠકોનો દોર શરૂ કરશે. આ બેઠકો બાદ તબક્કાવાર રીતે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે. આ રીતે ભાજપ ચૂંટણી પૂર્વે સુવ્યવસ્થિત આયોજન સાથે મેદાનમાં ઉતરવા તૈયાર થઈ ગયું છે, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય સ્પર્ધાને વધુ તીવ્ર બનાવશે. મોદીએ 8931 દિવસનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યોઃ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન અંગે ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેશ માટે સેવા આપતા મોદીએ 8931 દિવસનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે. તેઓ પહેલાં મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપનાર નેતા બન્યા છે. વિશ્વકર્માએ કહ્યું કે, આ સિદ્ધિ સાથે મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના કાર્યકાળને પણ પાછળ મૂક્યો છે. ‘કચ્છ ભૂકંપ પછી પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી’ તેમણે જણાવ્યું કે, વર્ષ 2001માં જ્યારે મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે રાજ્ય અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યું હતું. ખાસ કરીને કચ્છ ભૂકંપ પછી પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી, પરંતુ મજબૂત નેતૃત્વના કારણે કચ્છ આજે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. ‘નર્મદા ડેમથી રાજ્યને વેગ મળ્યો’ વિશ્વકર્માએ વધુમાં ઉમેર્યું કે, નર્મદા ડેમના કાર્યને પૂર્ણ કરવા માટે પણ કોઈ કસર રાખવામાં આવી નથી, જેનાથી રાજ્યના વિકાસમાં મોટો વેગ આવ્યો છે. તેમણે આ સમયગાળાને “રાષ્ટ્રસેવાનો સુવર્ણ અધ્યાય” ગણાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સંતવાણી:પ્રાર્થનામાં સંસારીક માંગણી ટાળી દિવ્ય સુખ માંગો: સાધુ પ્રેમવત્સલદાસજી
    Next Article
    Ram Navami holiday rush triggers heavy traffic on Pune-Mumbai Expressway

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment