Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં રામનવમીની ભવ્ય ઉજવણી, બાલા હનુમાન મંદિરમાં મહાઆરતી:મંદિર પરિસર 'શ્રી રામ જય રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું, ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લીધો

    3 days ago

    'છોટી કાશી' તરીકે જાણીતા જામનગરમાં રામનવમીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ વિખ્યાત અખંડ રામધૂન માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવતા બાલા હનુમાન મંદિરમાં ભગવાન શ્રીરામનો પ્રાગટ્ય મહોત્સવ અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવાયો. બપોરે બરાબર 12 વાગ્યે, ભગવાન શ્રીરામના જન્મ સમયે, મંદિરમાં શંખનાદ અને ઝાલરના રણકાર સાથે મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભગવાનને વિશેષ શણગાર અને આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ઉજવણી દરમિયાન સમગ્ર મંદિર પરિસર 'શ્રી રામ જય રામ જય જય રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો અને વડીલો સહિતના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા તાળીઓના ગડગડાટ સાથે ભગવાન રામની ધૂન ગાવામાં આવી, જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે રામમય બની ગયું હતું. મહાઆરતીના સમાપન બાદ તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બાલા હનુમાન મંદિર ઉપરાંત, રામનાથ મંદિર ખાતે પણ ભગવાનના પ્રાગટ્યની શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના ભક્તો માટે આ દિવસ આસ્થા અને શ્રદ્ધાનો અનેરો અવસર બની રહ્યો, જ્યાં ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લઈ સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, બાલા હનુમાન મંદિરમાં વર્ષોથી ચાલતી અખંડ રામધૂન વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, અને રામનવમી જેવા પર્વો પર અહીંની ભવ્યતા અનેરી હોય છે.
    Click here to Read More
    Previous Article
    બનાસ ડેરીનું કચરામાંથી કંચન બનાવતું મોડલ:ગુજરાતના બાયો-સીએનજી પ્લાન્ટથી ખેડૂતોને થશે વાર્ષિક 12 કરોડ સુધીની માતબર આવક
    Next Article
    હિંમતનગરના મહેતાપુરામાં 42મી રામનવમી શોભાયાત્રા યોજાઈ:ત્રિવેણી વિદ્યાલયથી શરૂ થઈ રામજી મંદિરે યાત્રાનું સમાપન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment