Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગસરા નાગરિક શરાફી મંડળીની 42મી સભા યોજાઈ:પાળિયાદના વિહળધામ ખાતે ભક્તિમય વાતાવરણમાં સંપન્ન

    1 week ago

    બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની 42મી વાર્ષિક સાધારણ સભા બોટાદ જિલ્લાના શ્રી વિહળધામ-પાળિયાદ ખાતે 26 જુલાઈ, 2026ના રોજ યોજાઈ હતી. આ સભા ભક્તિમય અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ. આ સભામાં બગસરા, અમરેલી, ચલાલા, ધારી, લીલીયા, રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સભાસદો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી વિહળધામ-પાળિયાદ તરફથી ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબાએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે મંડળી સતત પ્રગતિના નવા શિખરો સર કરે, સહકારથી સમૃદ્ધિના ધ્યેયને મજબૂત બનાવે અને સમાજના છેવાડાના માનવી સુધી આર્થિક વિકાસના લાભો પહોંચાડે તેવી શુભેચ્છા વ્યક્ત કરી. ભયલુબાપુએ જણાવ્યું હતું કે કવિ ઝવેરચંદ મેઘાણીજીની કર્મભૂમિ બગસરાથી શ્રી વિહળધામ ખાતે વાર્ષિક સાધારણ સભાનું આયોજન થવું એ ગૌરવની બાબત છે. તેમણે મંડળીને પ્રોત્સાહન પાઠવ્યું. બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા છેલ્લા 42 વર્ષથી સહકારી ક્ષેત્રે કરાયેલ સેવાકાર્ય, પારદર્શક વહીવટ, સભાસદ કેન્દ્રિત અભિગમ અને સતત પ્રગતિની પ્રશંસા કરવામાં આવી હતી. ગુજરાતમાં પ્રથમ ક્રમે સ્થાન પ્રાપ્ત કરનાર આ મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મેનેજમેન્ટ અને સભાસદોને અભિનંદન પાઠવવામાં આવ્યા. સભાના અંતે, સર્વે સભાસદોના ઉજ્જ્વળ ભવિષ્ય, સુખ, સમૃદ્ધિ અને મંડળીના ઉત્તરોત્તર વિકાસ માટે પરમ પૂજ્ય શ્રી રાઘવેન્દ્ર સરકાર અને પૂજ્ય શ્રી વિહળાનાથના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી:8-ગુજરાત નેવલ યુનિટ NCC દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ
    Next Article
    Flash Flood Kills 10, Injures 23 In Northwest China Tourist Spot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment