Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વકીલ અનિરૂદ્ધસિંહ ઝાલાના સમર્થનમાં ભાવનગર બાર એસો. આવ્યું:ગેરસમજને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ઝડપથી ઉકેલ આવે તેવી માંગ

    3 days ago

    ભાવનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી બાદ બે દિવસ પૂર્વે યોજાયેલા વિજય સરઘસ દરમિયાન સર્જાયેલી ઘટના હવે ચર્ચાનો વિષય બની છે. અનિરુદ્ધસિંહ ઝાલાના સમર્થનમાં ભાવનગર સહિત ગુજરાતના અનેક બાર એસોસિએશનો એકજૂટ થયા છે અને મુદ્દાને વહેલી તકે શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની માંગ ઉઠાવી રહ્યા છે. સાથે જ કોઈપણ વકીલ અથવા અનિરુદ્ધસિંહ ઝાલા સામે કોઈ કાર્યવાહી ન થાય તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી છે. જ્યુડિશિયરી અને વકીલ વચ્ચે થોડી ગેરસમજણ થઈ હતી- હિરેન જાની આ અંગે ભાવનગર બાર એસોસિએશન પ્રમુખ હિરેન જાનીએ જણાવ્યુ હતુ કે, ગઈ તારીખ 24મીના રોજ જ્યુડિશિયરી અને વકીલો વચ્ચે થોડી ગેરસમજણ થય હતી, જે બાબતે આજરોજ ભાવનગર બાર એસોસિએશન દ્વારા સર્ક્યુલેટિંગ ઠરાવથી આ બનાવ બાબતે સ્પષ્ટ શબ્દોમાં પ્રતિપાદિત કરવામાં આવેલું છે કે, ભાવનગર બાર એસોસિએશન હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટાયેલા અનિરુદ્ધસિંહ ઝાલા, કે જેઓ વિજય સરઘસ કાઢી રહ્યા હતા તેમાં જે કોઈ પ્રકારના બનાવો બનેલ છે તે માત્ર ગેરસમજણથી બનેલ છે એવું અમે માનીએ છીએ.બીજું, બાર અને બેન્ચ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે એવી લાગણી પણ અમે વ્યક્ત કરીએ છીએ. 'આ ઈસ્યુનો ઝડપથઈ શુખદ અને શાંતિપૂર્ણ અંત લાવવો જોઈએ' સાથે સાથે અમે એવું પણ ઇચ્છીએ છીએ કે જ્યુડિશિયરી અને વકીલો સામસામે ન આવી જાય એ પણ જોવું ખૂબ જ જરૂરી છે. જ્યુડિશિયરીમાં આજે જજ બનેલા વ્યક્તિઓ પણ ગઈકાલે વકીલો જ હતા અને વકીલો છે એ પાર્ટ ઓફ જ્યુડિશિયરી છે. વકીલો પોતે પણ જ્યુડિશિયલ ઓફિસરો છે, એમને પણ પોતાની ગરિમા હોય છે અને જ્યુડિશિયલ ઓફિસરો સાથે કેવી રીતે વાણી, વર્તન અને વ્યવહાર કરવો એ પણ સારી રીતે જાણતા જ હોય છે.પણ ક્યારેક કોઈપણ સમયે કોઈપણ બાબતમાં ગેરસમજણો ઊભી થતી હોય એવામાં આ પ્રકારની ગેરસમજણ ઉભી થઇ છે. અમે એવી લાગણી વ્યક્ત કરીએ છીએ કે આ ઇસ્યુને વધારે પડતો ચગાવવાના બદલે, આ ઇસ્યુનો ઝડપથી સુખદ, શાંતિપૂર્ણ અને ગરિમાપૂર્ણ રીતે પ્રશ્નનું નિરાકરણ આવે અને આ ઇસ્યુ વહેલી તકે પૂરો થાય એવી અમે લાગણી વ્યક્ત કરીએ છીએ. ​વધુમાં જણાવ્યું હતું કે, અનિરુદ્ધસિંહ ઝાલાના સમર્થનમાં ભાવનગર બાર એસોસિએશન, ક્રિમિનલ બાર એસોસિએશન અને એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશન તથા સાથે સાથે ગુજરાતના ઘણા બધા બાર એસોસિએશન દ્વારા પણ સમર્થન આપવામાં આવેલું છે. અમારી લાગણી માત્ર એવી છે કે આ ઇસ્યુ વહેલી તકે પૂરો થાય અને વિશેષમાં કોઈપણ પ્રકારની કોઈપણ વકીલો કે અનિરુદ્ધસિંહ ઝાલા પર પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થાય એવી અમે લાગણી વ્યક્ત કરીએ છીએ. શું છે સમગ્ર મામલો? ગુજરાત બાર એસોસિએશનના સભ્ય તરીકે સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાનું 24 માર્ચે ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમર્થકો અને વકીલો દ્વારા વિજેતા ઉમેદવારના માનમાં ઢોલ-નગારા વગાડવામાં આવી રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી આ અવાજને કારણે ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચતા જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટની મર્યાદા અને શાંતિ જાળવવાના મુદ્દે જજ અને વકીલ સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો અને માથાકૂટના દૃશ્યો ઉપસ્થિત લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    અટલાદરા મંદિરે 3245 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ:સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય પર્વે ભક્તોએ ઘરેથી લાવેલી વાનગીઓ પ્રભુ ચરણે ધરી
    Next Article
    બનાસ ડેરીનું કચરામાંથી કંચન બનાવતું મોડલ:ગુજરાતના બાયો-સીએનજી પ્લાન્ટથી ખેડૂતોને થશે વાર્ષિક 12 કરોડ સુધીની માતબર આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment