Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અટલાદરા મંદિરે 3245 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ:સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય પર્વે ભક્તોએ ઘરેથી લાવેલી વાનગીઓ પ્રભુ ચરણે ધરી

    3 days ago

    આજે ચૈત્ર સુદ નવમીના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિવસની વડોદરાના બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે અત્યંત ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ‘મારા ભગવાનને, મારા વાસણમાં, મારો થાળ’ના મધ્યવર્તી વિચાર સાથે એક વિશેષ અને ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિભક્તોનો અતૂટ ઉત્સાહ અને ભક્તિ જોવા મળી હતી. ભક્તોના ભાવથી સજ્જ 3245 વાનગીઓનો અન્નકૂટ આ મહોત્સવની વિશેષતા એ હતી કે ભાવિક ભક્તો પોતપોતાના ઘરેથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને લાવ્યા હતા. આ અન્નકૂટમાં કુલ 3245 પ્રકારના વ્યંજનો પીરસવામાં આવ્યા હતા, જેમાં 825 પ્રકારની મીઠાઈઓ અને 2050 પ્રકારના ફરસાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૂકો મેવો, તાજા ફળો, મુખવાસ અને આધુનિક કેક જેવી વિવિધ સામગ્રીઓથી ભગવાનનો થાળ સજાવવામાં આવ્યો હતો. સવારે બરાબર 11.15 વાગ્યે સુંદર સજાવટ સાથે અન્નકૂટ ગોઠવીને પૂજ્ય સંતો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. રામનવમી નિમિત્તે ભગવાન રામલલ્લાની આરતી સ્વામિનારાયણ જયંતિની સાથે આજે રામનવમીનો પણ મંગલકારી દિવસ હોવાથી, બપોરે 12.00 વાગ્યે મંદિર પરિસરમાં ભગવાન રામલલ્લાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પૂજ્ય સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામજન્મોત્સવની ભવ્ય આરતી યોજાઈ હતી. સમગ્ર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અન્નકૂટ અને ભગવાનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટીમાં મહિલા ફિનટેક ઉદ્યોગસાહસિકોનો ઉદય:GIFT IFIH દ્વારા વિમેન ઇન્વેસ્ટમેન્ટ રેડિનેસ પ્રોગ્રામ હેઠળ સ્ટાર્ટઅપ્સને ગ્લોબલ ફંડિંગની તક
    Next Article
    વકીલ અનિરૂદ્ધસિંહ ઝાલાના સમર્થનમાં ભાવનગર બાર એસો. આવ્યું:ગેરસમજને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ઝડપથી ઉકેલ આવે તેવી માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment