Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિફ્ટ સિટીમાં મહિલા ફિનટેક ઉદ્યોગસાહસિકોનો ઉદય:GIFT IFIH દ્વારા વિમેન ઇન્વેસ્ટમેન્ટ રેડિનેસ પ્રોગ્રામ હેઠળ સ્ટાર્ટઅપ્સને ગ્લોબલ ફંડિંગની તક

    3 days ago

    ગિફ્ટ સિટી (ગાંધીનગર) એ તેની ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ઇકોસિસ્ટમમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇનોવેશન હબ (GIFT IFIH) હેઠળ ‘વિમેન ઇન ફિનટેક એક્સીલરેટર’ પ્રોગ્રામ લૉન્ચ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સંચાલિત ફિનટેક સ્ટાર્ટઅપ્સને સંસ્થાગત મૂડી મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરી તેમને વૈશ્વિક સ્તરે સક્ષમ બનાવવાનો છે. સંસ્થાગત મૂડી અને માળખાકીય અવરોધોનો ઉકેલ આ પ્રોગ્રામ ખાસ કરીને એવા પડકારોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે જે મહિલા ઉદ્યોગસાહસિકોને ફંડિંગ મેળવતી વખતે નડે છે. રોકાણકાર નેટવર્ક સુધી મર્યાદિત પહોંચ અને પરંપરાગત ફંડિંગ સિસ્ટમના અવરોધોને દૂર કરવા માટે અહીં 'ઇન્વેસ્ટમેન્ટ રેડિનેસ પ્રોગ્રામ' ચલાવવામાં આવશે. છેલ્લા 1 વર્ષમાં GIFT IFIH એ ડિજિટલ બેંકિંગ અને ઇન્સ્યોરટેક જેવા ક્ષેત્રોમાં 37 સ્ટાર્ટઅપ્સને સફળતાપૂર્વક સપોર્ટ કર્યો છે. હાઇબ્રિડ મોડલ અને મેન્ટરશિપ આ એક્સીલરેટર હાઇબ્રિડ ફોર્મેટમાં ચાલશે. શરૂઆતમાં ગિફ્ટ સિટી ખાતે રૂબરૂ ટ્રેનિંગ આપવામાં આવશે અને ત્યારબાદ વર્ચ્યુઅલ માધ્યમથી રોકાણકારો સાથે જોડાણ કરવામાં આવશે. ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ સંજય કૌલે જણાવ્યું હતું કે, આ પહેલ દ્વારા ઉચ્ચ ક્ષમતા ધરાવતા મહિલા સ્ટાર્ટઅપ્સને ટકાઉ વિસ્તરણ માટે જરૂરી પ્લેટફોર્મ અને એક્સેસ પૂરી પાડવામાં આવશે. અહીં સ્ટાર્ટઅપ્સને સ્ટ્રક્ચર્ડ મેન્ટરશિપ અને રોકાણકારો સાથે સીધી ચર્ચા કરવાની તક મળશે, જે ભારતના ફાઇનાન્શિયલ સેક્ટરને વધુ મજબૂત બનાવશે.
    Click here to Read More
    Previous Article
    કલોલ-છત્રાલ હાઈવે ફરી રક્તરંજિત:બે બાઈક સામસામે અથડાતા એક યુવકનું કરૂણ મોત, એકની હાલત ગંભીર
    Next Article
    અટલાદરા મંદિરે 3245 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ:સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય પર્વે ભક્તોએ ઘરેથી લાવેલી વાનગીઓ પ્રભુ ચરણે ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment