Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલ-છત્રાલ હાઈવે ફરી રક્તરંજિત:બે બાઈક સામસામે અથડાતા એક યુવકનું કરૂણ મોત, એકની હાલત ગંભીર

    3 days ago

    અમદાવાદ-મહેસાણા હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત મોડીરાત્રે કલોલ તાલુકાના છત્રાલ અને બિલેશ્વરપુરા વચ્ચે આવેલા સર્વિસ રોડ પર હેવી મેટલ કંપની પાસે બે બાઈક વચ્ચે થયેલી સામસામેની ટક્કરમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક બાઈક સવારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ પ્રાપ્ત વિગતો મુજબ, છત્રાલ પાસે આવેલા બિલેશ્વરપુરા વિસ્તારમાં સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા બે બાઈક સવારો અંધારામાં એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈક ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો, જેના કારણે તેનું માથાના તથા શરીરે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઈક સવારને તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. આ બનાવની જાણ થતા જ કલોલ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ અંગે પોલીસે જણાવ્યું કે ,અકસ્માતમાં કડીના ચાંદરસડા ગામના 30 વર્ષીય સુરજ દેવાજી ઠાકોરનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બાઇક સવારને પણ ઈજાઓ થઈ છે. મૃતકની લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રોડની ખખડધજ હાલત અને ગેરકાયદે કટના કારણે અકસ્માત તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અત્રેના હાઈવે અને તેની સમાંતર આવેલા સર્વિસ રોડની હાલત અત્યંત ખખડધજ અને બિસ્માર બની ગઈ છે. ઠેર-ઠેર પડેલા ખાડા, ખોટી રીતે અપાયેલા ઢોળાવ અને હાઈવે પર અનેક જગ્યાએ પાડવામાં આવેલા ગેરકાયદેસર કટ અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યા છે. આ ઉપરાંત રોડની બંને બાજુએ થયેલા દબાણોને કારણે વાહન ચાલકોને પૂરતી જગ્યા મળતી નથી. જેના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. તંત્ર દ્વારા માત્ર ટોલ વસૂલવામાં આવે છે પરંતુ મુસાફરોની સુરક્ષા અને રોડની જાળવણી બાબતે ઉદાસીનતા સેવવામાં આવતી હોવાના આક્ષેપો કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં નિવૃત્ત PIએ બોલેરોમાં બેસી ઝેર પીધું:પત્ની જમવાનું ના આપે ને દીકરો મારઝૂડ કરતો, પેન્શન આપવા દબાણ કરતા; પત્ની, દીકરા ને સાળી વિરુદ્ધ ફરિયાદ
    Next Article
    ગિફ્ટ સિટીમાં મહિલા ફિનટેક ઉદ્યોગસાહસિકોનો ઉદય:GIFT IFIH દ્વારા વિમેન ઇન્વેસ્ટમેન્ટ રેડિનેસ પ્રોગ્રામ હેઠળ સ્ટાર્ટઅપ્સને ગ્લોબલ ફંડિંગની તક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment