Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વકીલોનો પો. કમિશનર કચેરીએ હલ્લાબોલ:રામધૂન બોલાવી અને વકીલ એકતા જિંદાબાદના નારા લગાવ્યા, PI ચિંતન દવે અને મહિલા પોલીસને સસ્પેન્ડ કરવા માંગ

    10 hours ago

    રાજકોટ શહેરના યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મી સાથે ગેરવર્તન કરી ફરજ રુકાવટ કરવામાં આવતા એડવોકેટ રવિ વાઘેલા સામે નોંધાયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં આજરોજ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા સહિતના વકીલો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી સુત્રોચાર કરી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને રૂબરૂ રજુઆત કરી હતી. જેમાં તેઓએ એડવોકેટ વિરુદ્ધ થયેલી ફરિયાદ ખોટી હોવાનું કહી આ ફરિયાદ પાછી ખેંચવા તેમજ પીઆઇ ચિંતન દવે અને ફરિયાદી મહિલા પોલીસને સસ્પેન્ડ કરવા માંગ કરવામાં આવી છે. કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવી વકીલ એકતા જિંદાબાદના નારા લગાવાયા જોકે, આ રજુઆતના અંતે પોલીસ કમિશનર દ્વારા વકીલોને રૂબરૂ સાંભળી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. આ સમયે વકીલો દ્વારા પોલીસ કમિશનર કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવી વકીલ એકતા જિંદાબાદના નારા લગાવાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રેણુકાબેન ચૌધરીએ તેમની સામે ફરજ રુકાવટ કરવા બદલ એડવોકેટ રવિ વાઘેલા, શીતલબેન ચાવડા, શીતલબેનના બેન, ફરીદાબેન અને એક અજાણી મહિલા સામે BNS કલમ 121(1), 351(2), 352, 224, 3(5), 329(4) મુજબ ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક સપ્તાહમાં 1700થી વધુ દર્દીઓ નોંધાતા તંત્ર સતર્ક રાજકોટ શહેરમાં ચોમાસાના પ્રારંભ સાથે જ રોગચાળો વકર્યો છે. છેલ્લા માત્ર એક જ સપ્તાહમાં શરદી, તાવ અને ઝાડા-ઉલટીના મળી કુલ 1741 દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સપ્તાહમાં શરદી-ઉધરસના 719, સામાન્ય તાવના 764 અને ઝાડા-ઉલટીના 258 કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા, ટાઈફોઈડ અને કમળાના 0 કેસ નોંધાયા છે. હાલમાં વધતા રોગચાળાને પગલે રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સઘન અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા 17567 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 162 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. મચ્છર ઉત્પત્તિ સબબ 499 પ્રીમાઇસીસની તપાસ કરી રહેણાંકમાં 99 અને કોમર્શિયલમાં 189 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. ઉપરાંત પાણીજન્ય રોગો અટકાવવા માટે શહેરમાં કુલ 1706 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે તેના રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક રાજકોટનાં વિવિધ ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી થઇ રહેલા હળવા વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક શરૂ થઇ છે. રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં 0.03 ફૂટ, આજી-1માં 0.36 ફૂટ, ન્યારી-1માં 0.49 ફૂટ અને ન્યારી-2માં 1.64 ફૂટ નવા પાણીની આવક થઇ છે. આ ઉપરાંત જિલ્લાના લાલપરીમાં 0.66 ફૂટ, સુરવોમાં 0.66 ફૂટ, ફાડદંગબેટીમાં 1.80 ફૂટ, ઇશ્ર્વરીયામાં 3.28 ફૂટ અને ભાદર-2માં 0.66 ફૂટ પાણી આવ્યું છે. મોરબી જિલ્લાના મચ્છુ-1માં 0.07 ફૂટ અને મચ્છુ-2માં 0.26 ફૂટ તેમજ દ્વારકા જિલ્લાના ત્રિવેણીઠાંગામાં 6.23 ફૂટ અને અમરેલીના આકરોલી ડેમમાં 3.44 ફૂટ પાણીની આવક નોંધાઇ છે. વરસાદી પાણીની સતત આવકને પગલે રાજકોટ તાલુકાના આજી-2 ડેમની જળસપાટી જાળવી રાખવા માટે ડેમના 2 દરવાજા 0.0762 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમની પૂર્ણ જળસપાટી 73.76 મીટર સામે હાલનું જળસ્તર 72.5 મીટર અને પાણીની આવક-જાવક 340 ક્યુસેક છે. ડેમના દરવાજા ખોલાતા જ નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના અપાઇ છે. સાથે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા સહિતના નીચાણવાળા ગામો માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં વરસાદી પાણી અને ખાડાઓની સમસ્યા અંગે કોંગ્રેસે તંત્રને દોડાવ્યું રાજકોટના વોર્ડ નં. 16માં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં ધીમા વરસાદના કારણે ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે અને વરસાદી પાણી ભરાઈ રહેતા રોગચાળાનો ગંભીર ભય ઊભો થયો છે. મકાનો તોડવાની કાર્યવાહી બાદ રસ્તા પર પડેલા ખાડા અને ગંદકીના કારણે સ્થાનિક ગરીબ પરિવારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વોર્ડના કોંગી કોર્પોરેટરો અર્જુનભાઈ ચૌહાણ, દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયા અને ઈબ્રાહીમભાઈ સોરાએ ગઈકાલે જંગલેશ્વર વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. અહીંના લોકોની રજૂઆતો બાદ કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરોએ તાત્કાલિક સ્થળ પર મહાનગરપાલિકાના અધિકારીઓને બોલાવ્યા હતા. અધિકારીઓને સ્થિતિની ગંભીરતા સમજાવીને તાકીદે નિકાલ કરવાની સૂચના આપતા જ ગણતરીના કલાકોમાં રસ્તાનું કામ આગળ ધપાવીને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ ભાજપના કોર્પોરેટરો ક્યાંય દેખાતા નથી, જ્યારે કોંગ્રેસ સતત લોકોની સાથે ઊભી રહીને જનસેવાનું કાર્ય કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    1 કલાકમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકાર, વીજળી પડતા બેના મોત:સુરતમાં રસ્તાઓથી લઈ સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા; જનજીવનને માઠી અસર
    Next Article
    ચારિત્ર્યની શંકા રાખી પતિનો પત્ની પર છરી વડે જીવલેણ હુમલો:મહેસાણામાં લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાઈ, સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment