Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 કલાકમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકાર, વીજળી પડતા બેના મોત:સુરતમાં રસ્તાઓથી લઈ સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા; જનજીવનને માઠી અસર

    10 hours ago

    સુરતના રાંદેર વિસ્તારમાં ચોમાસાના પ્રારંભે જ એક અત્યંત આઘાતજનક અને કરુણ ઘટના સામે આવી છે, જેમાં આકાશી વીજળી પડવાને કારણે બે આશાસ્પદ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાંદેરની કિનારા સ્ટ્રીટ વિસ્તારમાં રહેતા બે યુવાનો પર અચાનક વીજળી ત્રાટકી હતી, જેના કારણે બંને ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. આ અકસ્માતને પગલે આસપાસના લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને સ્થાનિકોએ તાત્કાલિક બંને યુવાનોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંને યુવાનોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. એક જ વિસ્તારના બે પરિચિત યુવાનોના આ રીતે અકાળે મોત થતાં સમગ્ર રાંદેર કિનારા સ્ટ્રીટ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. થોડા જ કલાકોમાં ખાબકેલા વરસાદના કારણે સુરત પાણી-પાણી શહેરમાં આજે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. સાંજના સમયથી જ સમગ્ર શહેરમાં કાળાડિબાંગ વાદળોના ગડગડાટ અને તીવ્ર વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર થોડા જ કલાકોમાં ખાબકેલા અનરાધાર વરસાદના કારણે સમગ્ર સુરત શહેર પાણી-પાણી થઈ ગયું છે. ખાસ કરીને શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મોડી સાંજ સુધી અવિરત વરસી રહેલા આ ભારે વરસાદે સેંકડો પરિવારો અને વાહનચાલકોની ચિંતામાં ભારે વધારો કરી દીધો છે, જેના કારણે ઠેર-ઠેર ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. વિઝિબિલિટી ઓછી થતાં રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જવા અને હેડલાઈટ ચાલુ રાખવા છતાં પણ આગળનું દ્રશ્ય સ્પષ્ટ ન દેખાવાને કારણે વાહનોની ગતિ એકદમ ધીમી પડી ગઈ છે, જેના લીધે ઠેર-ઠેર ભયજનક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. આ ભયાનક સ્થિતિ વચ્ચે ખટોદરા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ખટોદરા પોલીસ મથકના પીઆઇ પોતે સ્ટાફ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધોધમાર વરસાદમાં પલળતા રહીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉધના અને પાંડેસરામાં ઘૂંટણસમા પાણી ભરાયા સુરત શહેરમાં સાંજના સમયથી ગાજવીજ સાથે શરૂ થયેલા ભારે વરસાદના કારણે પાંડેસરા અને ઉધના જેવા અનેક ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ મુશળધાર વરસાદને લીધે ઉધના યાર્ડ, લિંબાયત ખાતે આવેલી બુદ્ધ સોસાયટી અને પાંડેસરામાં આવેલા મહાલક્ષ્મી નગરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં અનાજ અને ઘરવખરીના સામાનને મોટું નુકસાન થયું છે. સ્થાનિકો પોતાના નાના બાળકો અને વૃદ્ધોને બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ આશરો લેવા મજબૂર બન્યા છે. મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામોની ખૂલી પોલ આ માત્ર થોડાક જ કલાકોના વરસાદે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાના પ્રી-મોન્સૂન કામોની પોલ ખુલ્લી પાડી દીધી છે. પાંડેસરા બમરોલી રોડ પાસે આવેલા કર્મયોગી અને શ્રીરામનગરને જોડતા મુખ્ય રસ્તા પર એટલી હદે વરસાદી પાણી ભરાઈ ગયા છે કે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ સામાન્ય વરસાદ પડતાં જ આ માર્ગ તળાવમાં ફેરવાઈ જતો હોવાનો સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે. વર્ષોથી પાણી ભરાવાની આ સમસ્યા યથાવત છે, છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કાયમી નિવારણ માટે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં વીજળી પડતાં 2 યુવકોના મોત:શહેરમાં 2 કલાકમાં જ 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ, અમદાવાદ શહેરમાં પણ વરસાદ ચાલુ
    Next Article
    વકીલોનો પો. કમિશનર કચેરીએ હલ્લાબોલ:રામધૂન બોલાવી અને વકીલ એકતા જિંદાબાદના નારા લગાવ્યા, PI ચિંતન દવે અને મહિલા પોલીસને સસ્પેન્ડ કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment