Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં તસ્કરોએ 2 ગલ્લા, 2 દુકાનોમાં હાથફેરો કર્યો:ખેડ તસીયા રોડ પર સરસામાન અને રોકડની ચોરી; પોલીસ તપાસ શરૂ

    15 hours ago

    હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલ સુંદરગઢ અને નવા ગામ પાસે તસ્કરોએ બે ગલ્લા અને બે દુકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો સરસામાન અને રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે વહેલી સવારના સમયે સુંદરગઢ પાટિયા પાસે ગાયત્રી આશ્રમ નજીક બાબુભાઈ વાલાભાઈ મકવાણાના પાન મસાલાના ગલ્લાને તોડી તસ્કરો પાન મસાલાનો સામાન અને રોકડ ચોરી ગયા હતા. નવા ગામ પાસે રોડ પર આવેલ પૂર્વ સરપંચ ચંદનસિંહના લક્ષ્મી પાન પાર્લરના ગલ્લામાંથી પણ સરસામાન અને રોકડની ચોરી થઈ હતી. ત્યારબાદ, લક્ષ્મી પાન પાર્લરની સામે આવેલ એક કોમ્પ્લેક્સમાં જયદેવ કિરાણા સ્ટોર્સ અને તેની બાજુમાં આવેલ બિલેશ્વર એગ્રો ટ્રેડર્સ (ખેતીની દવાની દુકાન)ના શટર તોડીને પણ ચોરી કરવામાં આવી હતી. જયદેવ કિરાણા સ્ટોર્સના માલિક સુનીલભાઈ મોતીલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તસ્કરો શટર તોડીને અંદરથી કરિયાણાનો સામાન જેમ કે તેલ, ખાંડ, ઘી, ડ્રાયફ્રુટના પેકેટ સહિતનો સામાન અને આશરે ₹20,000 રોકડ ચોરી ગયા હતા. નવા ગામ પાસે રોડ પર આવેલ રાઘવ દાલબાટીના સીસીટીવી કેમેરામાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ એક એસેન્ટ કાર અને એક બાઈક પસાર થતું જોવા મળ્યું હતું. એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રતિબંધિત ગોગો કોન-પ્રિ-રોલ સ્ટિકનું વેચાણ કરતો શખસ ઝડપાયો:ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે પાનની દુકાનમાં પોલીસની રેડ, તમામ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
    Next Article
    Gir Somnath Political News | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપમાં ભંગાણ | AAP | Congress | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment