Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારિત્ર્યની શંકા રાખી પતિનો પત્ની પર છરી વડે જીવલેણ હુમલો:મહેસાણામાં લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાઈ, સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

    8 hours ago

    મહેસાણા તાલુકાના બલોલ ગામે પાલજ રોડ પર આવેલા વણકરવાસમાં ચારિત્ર્યની શંકા રાખી એક રિક્ષાચાલક પતિએ પોતાની 27 વર્ષીય પત્ની પર છરી વડે આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. લોહીલુહાણ હાલતમાં પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યારે સાંથલ પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને છરીના ઘા ઝીંક્યા બલોલ ગામે રહેતા અને ઘરકામ કરતા મિત્તલબેન હિમાંશુભાઈ જાદવ (ઉં.વ. 27) ગત બપોરે તેમના દિયર આદિત્ય સાથે ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના પતિ હિમાંશુભાઈ ગૌતમભાઈ જાદવ રિક્ષા લઈને ઘરે આવ્યા હતા. ઘરે આવીને પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી 'તારે બીજા સાથે આડા સંબંધો છે' તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. પત્નીએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પતિએ સાસરીમાં ફોન કરીને પણ અપશબ્દો બોલી 'તમારી દીકરીને અહીંથી લઈ જાવ' તેમ કહ્યું હતું. મહિલાએ બૂમાબૂમ કરતા ઘરમાં હાજર દિયરે બંનેને છોડાવ્યા આટલેથી ન અટકતા ઉશ્કેરાયેલા પતિએ ઘરમાંથી છરી લાવી પત્ની પર હુમલો કરી દીધો હતો. તેણે મિત્તલબેનના બરડાના ભાગે, ડાબા હાથની કોણીએ, માથામાં તેમજ જમણા હાથના અંગૂઠા પર છરીના આડેધડ ઘા મારી દીધા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા ઘરમાં હાજર દિયર આદિત્ય વચ્ચે પડ્યો હતો અને ભાભીને વધુ મારવામાંથી છોડાવ્યા હતા. હુમલો કર્યા બાદ પતિ 'ખોટા ધંધા છોડી દેજે નહીંતર જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપીને નાસી છૂટ્યો હતો. મહિલાને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાઈ ઘટના બાદ દિયરે તાત્કાલિક 112 નંબર પર ફોન કરતાં પોલીસ વાહન દોડી આવ્યું હતું. ઇજાગ્રસ્ત મહિલાને તાબડતોબ જોટાણા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં ડાબા હાથની કોણીના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલ રીફર કરાયા હતા. આ દરમિયાન મહિલાના પિયરપક્ષથી માતા અને કાકા આવી પહોંચતા, ભોગ બનનારે સાંથલ પોલીસ સ્ટેશનમાં પતિ હિમાંશુભાઈ જાદવ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વકીલોનો પો. કમિશનર કચેરીએ હલ્લાબોલ:રામધૂન બોલાવી અને વકીલ એકતા જિંદાબાદના નારા લગાવ્યા, PI ચિંતન દવે અને મહિલા પોલીસને સસ્પેન્ડ કરવા માંગ
    Next Article
    પાટણના બગવાડા ચોકમાં બે આખલાની લડાઈ:ઝપટે ચડેલો બાઈક ચાલક પટકાયો, વેપારીઓએ પાણી છાંટી દૂર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment