Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી:પીવાના પાણીમાં વંદા અને કુલરોમાં શોર્ટ સર્કિટનો ભય, દર્દીઓ-ડોક્ટરો પણ બહારથી પાણી મંગાવવા મજબૂર

    11 hours ago

    દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી અને હજારો ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલ હાલ તંત્રની 'લાલિયાવાડી' અને વહીવટી નિષ્ફળતાનો પર્યાય બની ગઈ છે. પીવાના પાણીમાં વંદા અને કુલરોમાં શોર્ટ સર્કિટ લાગવાનો ભય સતાવી રહ્યો છે. માર્ચ મહિનામાં જ સૂર્યદેવ આકરા મિજાજમાં છે અને તાપમાન 40 ડિગ્રીને વટાવી રહ્યું છે, ત્યારે હોસ્પિટલમાં સારવાર લેવા આવતા લાચાર દર્દીઓ અને તેમના પરિજનો પીવાના શુદ્ધ અને ઠંડા પાણીના ટીપાં માટે વલખાં મારી રહ્યા છે. ઉનાળાના પ્રારંભે જ ઠંડા પાણીના વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન શહેરમાં કાળઝાળ ગરમીએ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની જાય તેવી સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે મુશ્કેલી બેવડાઈ છે. હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા ઉનાળા પૂર્વે જે આગોતરી તૈયારીઓ કરવાની હોય છે, તેમાં સંપૂર્ણ નિષ્ફળતા જોવા મળી રહી છે. નવી સિવિલ હોસ્પિટલના મોટાભાગના ઠંડા પાણીના વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. કુલરોની નિયમિત સફાઈ ન થવાને કારણે વંદા અને અન્ય જીવાતોના ઘર સૌથી ચોંકાવનારી અને સૂગ ચડે તેવી વિગત એ સામે આવી છે કે, હોસ્પિટલના કિડની બિલ્ડિંગ સહિતના વિસ્તારોમાં મુકવામાં આવેલા વોટર કુલરોમાં ગંદકીનું સામ્રાજ્ય છે. આ કુલરોની નિયમિત સફાઈ ન થવાને કારણે તેમાં વંદા અને અન્ય જીવાતો ઘર કરી ગઈ છે. ફિલ્ટર પાણી આપવાના દાવાઓ વચ્ચે નળમાંથી પાણીની સાથે મરેલા કોકરોઝ બહાર આવી રહ્યા છે. જે હોસ્પિટલ રોગ મટાડવા માટે છે, ત્યાં જ આવું દૂષિત પાણી પીવાથી ટાઈફોઈડ, કોલેરા અને ગેસ્ટ્રો જેવા રોગો ફેલાવવાનું જોખમ ઉભું થયું છે. ગંદા પાણીને કારણે ડોક્ટરો, હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના સગા-સંબંધીઓ હવે હોસ્પિટલનું પાણી પીવાનું ટાળી રહ્યા છે અને બહારથી મોંઘા ભાવની પાણીની બોટલો ખરીદવા મજબૂર બન્યા છે. ઠંડાને બદલે ગરમ પાણી અને વીજ કરંટનો ફાળકો હોસ્પિટલના અનેક વોટર કુલર ટેકનિકલ ખામીનો શિકાર બન્યા છે. અનેક મશીનોના બટન બગડી ગયા હોવાથી કુલિંગ સિસ્ટમ કામ કરતી નથી, પરિણામે કાળઝાળ ગરમીમાં લોકોને 'ગરમ પાણી' પીવું પડી રહ્યું છે. કેટલીક જગ્યાએ કુલરમાં વાયરિંગ ખુલ્લું હોવાથી અથવા અર્થિંગની સમસ્યાને કારણે પાણી પીવા જતા લોકોને વીજ કરંટ લાગવાની શક્યતા રહેલી છે. આ એક અત્યંત ગંભીર બાબત છે, જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. મહિલા દર્દીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ નવી સિવિલ હોસ્પિટલના અત્યાધુનિક ગણાતા સ્ટેમ સેલ બિલ્ડિંગમાં, જ્યાં નાના બાળકો અને મહિલાઓના વોર્ડ આવેલા છે, ત્યાં સ્થિતિ વધુ ગંભીર છે. માસૂમ બાળકો જેઓ બીમારી સામે લડી રહ્યા છે, તેમના વાલીઓ પાણી માટે એક માળથી બીજા માળ સુધી ભટકી રહ્યા છે. મહિલા દર્દીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ જતા દયનીય સ્થિતિ છે. સિવિલ તંત્રનું માત્ર રીપેરીંગ કામગીરી ચાલી રહ્યું હોવાનું રટણ વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે મેન્ટેનન્સ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, છતાં વાસ્તવિકતા એ છે કે ગ્રાઉન્ડ લેવલ પર સુવિધાઓ શૂન્ય છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સામે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, શું દર્દીઓના જીવની કોઈ કિંમત નથી? ઉનાળો શરૂ થયો હોવા છતાં વોટર કુલરનું રિપેરિંગ કેમ ન કરાયું? શુદ્ધ પાણીની જગ્યાએ જીવાતવાળું પાણી આપવા બદલ જવાબદાર કોણ? સ્થાનિક સામાજિક કાર્યકરો અને દર્દીઓએ માગ કરી છે કે, તાત્કાલિક ધોરણે તમામ વોટર કુલર સાફ કરવામાં આવે, બગડેલા મશીનો રિપેર કરવામાં આવે અને જો તંત્ર ટૂંકા સમયમાં વ્યવસ્થા ન કરી શકે તો વૈકલ્પિક પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવે. સિવિલ તંત્ર માત્ર રીપેરીંગ કામગીરી ચાલી રહ્યું છે તેવું રટણ કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વિદેશી દારૂની હેરાફેરી પર પોલીસે પાણી ફેરવ્યું:માણસા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 238 બોટલો ભરેલી કાર ઝડપી પાડી, ફરાર બૂટલેગરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
    Next Article
    14 વર્ષીય સગીરા પર છેલ્લા છ મહિનાથી ગેંગરેપ:માનસિક વિકલાંગતાના કારણે ઘરેથી નીકળી જતી, 9 શખ્સો અલગ-અલગ સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ આચરતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment