Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશી દારૂની હેરાફેરી પર પોલીસે પાણી ફેરવ્યું:માણસા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 238 બોટલો ભરેલી કાર ઝડપી પાડી, ફરાર બૂટલેગરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

    11 hours ago

    માણસા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વિજાપુર ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી ફિલ્મી ઢબે પીછો કરી રૂ.1.13 લાખથી વધુની કિંમતના દારૂની 238 બોટલોના જથ્થા સાથે કારને ઝડપી લઇ કુલ રૂ.3.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માણસામાં વિદેશી દારૂનો જથ્થો આવતો હોવાની બાતમી મળી માણસા પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા PI રાકેશ ડામોરની ટીમ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, એક ગ્રે કલરની શેવરોલે સીડાન ગાડી (નંબર GJ-06-DQ-4770) વિજાપુર તરફથી માણસામાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહી છે. પોલીસે ફિલ્મી ઢબે બૂટલેગરનો પીછો કરી દારૂ ભરેલી કાર પકડી પાડી આ બાતમીના આધારે પોલીસે વિજાપુર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે કાગડોળે રાહ જોયા પછી બાતમી મુજબની ગાડી આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે માણસા શહેર તરફ ભગાવી દીધી હતી. જેના પગલે પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો શરૂ કર્યો હતો. વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પોલીસથી બચવા માટે ચાલકે ગાડી માલણવાસ થઈ પાંજળાપોળ ચોક તરફ દોડાવી હતી. જોકે પાંજળાપોળ ચોક નજીક પહોંચતા જ અંધારાનો લાભ લઈને ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ ચાલકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ગાડીની તપાસ દરમિયાન ગાડીનો આગળનો બમ્પર તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં ગાડીની તલાશી લેતા તેમાંથી 1.30 લાખથી વધુની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 238 બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે ગાડી સહિત કુલ 3,13,450નો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસકર્મીની ડ્યુટી 8 કલાક કરવા પાટીલની ભલામણ:સંઘવીએ કહ્યું-દંબગીરી પોલીસ સ્ટેશન સુધી જ ચાલવી જોઈએ; સુરતમાં 116 કરોડના પોલીસ આવાસનું લોકાર્પણ
    Next Article
    સુરત નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી:પીવાના પાણીમાં વંદા અને કુલરોમાં શોર્ટ સર્કિટનો ભય, દર્દીઓ-ડોક્ટરો પણ બહારથી પાણી મંગાવવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment