Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસકર્મીની ડ્યુટી 8 કલાક કરવા પાટીલની ભલામણ:સંઘવીએ કહ્યું-દંબગીરી પોલીસ સ્ટેશન સુધી જ ચાલવી જોઈએ; સુરતમાં 116 કરોડના પોલીસ આવાસનું લોકાર્પણ

    13 hours ago

    આજે 26 માર્ચના રોજ સુરતમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્મિત 116 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસકર્મીઓના કામના કલાકો ઘટાડીને 8 કલાક કરવાની ભલામણ કરી હતી. તો સામી બાજુ હર્ષ સંઘવીએ પોલીસ પરિવારોને સંબોધતા કહ્યું કે, પોલીસવાળાની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ ચાલવી જોઈએ, ઘરે નહિ. તમારાથી ન સુધરે તો મને કહેજો, આમ રમૂજી અંદાજમાં ટકોર કરી હતી. 70થી 80% કર્મચારીઓને ફિક્સ ડ્યુટી આપી શકાય તેમ છેઃ પાટીલ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જાહેર મંચ પરથી પોલીસકર્મીઓના હિતમાં એક મહત્વની વાત મૂકી હતી. તેમણે હર્ષ સંઘવીને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, પોલીસકર્મીઓ અત્યારે 8 કલાકથી વધુ સમય સુધી નોકરી કરે છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય અને કૌટુંબિક જીવન પર માઠી અસર પડે છે. જો યોગ્ય પ્લાનિંગ કરવામાં આવે તો 70થી 80% કર્મચારીઓને 8 કલાકની ફિક્સ ડ્યુટી આપી શકાય તેમ છે. સમયની અનિયમિતતાને કારણે પોલીસ જવાનો માનસિક તણાવ અને અનેક બીમારીઓનો શિકાર બને છે, જેમાંથી તેમને મુક્તિ અપાવવી જરૂરી છે. વર્તનમાં સુધારો અને 'May I Help You'નો કિસ્સો પોતાના પોલીસ સર્વિસના દિવસો યાદ કરતા પાટીલે જણાવ્યું કે, પહેલા પોલીસ સ્ટેશનોમાં 'May I Help You'ના બોર્ડ માત્ર મજાક લાગતા હતા, કારણ કે મદદ કરવાની માનસિકતા ઓછી હતી, પરંતુ હવે સમય બદલાયો છે. પોલીસ જવાનો પોતાની જવાબદારીઓ પ્રત્યે સભાન થયા છે. તેમણે ઉમેર્યું કે, સમાજ પણ પોલીસ પાસે અપેક્ષા રાખે છે કે, તેમનું વાણી અને વર્તન સભ્ય હોય. અસભ્ય વર્તનની ફરિયાદોમાં હવે ઘણો સુધારો જોવા મળી રહ્યો છે, જે પોલીસ દળ માટે ગૌરવની વાત છે. પોલીસ પરિવારોના કલ્યાણ પર ભાર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોલીસ જવાનોના પરિવારના કલ્યાણ પર વિશેષ ભાર મૂક્યો હતો. પાટીલે જણાવ્યું કે, જ્યારે પોલીસ જવાન માનસિક રીતે શાંત હશે, ત્યારે જ તે સમાજની સેવા વધુ સારી રીતે કરી શકશે. પોલીસ આવાસ નિગમ દ્વારા જે રીતે ઝડપથી અને ગુણવત્તાયુક્ત બાંધકામ કરવામાં આવ્યું છે, તેનાથી પોલીસ જવાનોના જીવનધોરણમાં મોટો સુધારો આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દબંગગીરી ઘરમાં નહીં ચાલે, હર્ષ સંઘવીની ટકોર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારોની બહેનોને સંબોધતા હળવા અંદાજમાં શિસ્તનો પાઠ ભણાવ્યો હતો. તેમણે કહ્યું કે, પોલીસની દબંગગીરી માત્ર પોલીસ સ્ટેશન સુધી જ સીમિત રહેવી જોઈએ, ઘરમાં નહીં. જો કોઈ પોલીસકર્મી સોસાયટીમાં મોડીરાત સુધી બેસી રહે કે પાનની પિચકારીઓ મારે, તો તેમને સીધા કરવાની જવાબદારી તેમના પરિવારની છે. તેમણે રમૂજમાં ઉમેર્યું કે, જો તમારાથી સીધા ન થાય તો મને કહેજો, હું વ્યવસ્થા કરી આપીશ. સુરતમાં 116 કરોડના પોલીસ આવાસનું લોકાર્પણ આ પ્રસંગે સુરતના વિવિધ વિસ્તારોમાં પોલીસકર્મીઓ માટે તૈયાર કરાયેલા આધુનિક આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પીપલોદ પોલીસ લાઈન ખાતે 192 ક્વાર્ટર્સ, હોર્સ રાઈડિંગ સ્કૂલ અને લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું હતું. આ ઉપરાંત રાંદેર પોલીસ લાઈન, ભેસ્તાન પોલીસ સ્ટેશન, ACP જે-ડિવિઝન ઓફિસ અને લાજપોર જેલ ખાતેના વિવિધ બાંધકામો સહિત કુલ 116 કરોડના પ્રોજેક્ટ્સ જનતા અને પોલીસ દળને અર્પણ કરવામાં આવ્યા હતા. મરીન ટાસ્ક ફોર્સ અને આધુનિક સુવિધાઓ સુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સ માટે પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં કક્ષા-બી, સી અને ડી પ્રકારના કુલ 64 આવાસો, એડમિન બ્લોક, ક્લબ હાઉસ અને બેરેકનો સમાવેશ થાય છે. પોલીસ જવાનોને રહેવા માટે સુવિધાયુક્ત મકાનો મળે તે હેતુથી આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ સપનાના ઘરો પોલીસકર્મીઓના જીવનમાં નવી ખુશીઓ લાવશે. શિસ્ત અને સેવા પર વિશેષ માર્ગદર્શન અંતમાં, હર્ષ સંઘવીએ તમામ પોલીસ જવાનોને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા અને લોકો સાથેના વ્યવહારમાં નમ્રતા રાખવા અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર પોલીસના કલ્યાણ માટે કટિબદ્ધ છે, પરંતુ તેની સામે પોલીસ દળ પાસે શિસ્ત અને પ્રમાણિકતાની અપેક્ષા પણ રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ પરિવારો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા:કલેક્ટર ઉપાધ્યાયે તાત્કાલિક નિરાકરણ માટે સૂચના આપી
    Next Article
    વિદેશી દારૂની હેરાફેરી પર પોલીસે પાણી ફેરવ્યું:માણસા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 238 બોટલો ભરેલી કાર ઝડપી પાડી, ફરાર બૂટલેગરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment