Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિટ એન્ડ રનમાં ઘાયલ યુવકનું ત્રણ દિવસ બાદ મોત:મહેસાણાના દેલા પાસે અજાણ્યા વાહને ટક્કર મારી હતી, વાલીવારસની શોધખોળ શરૂ

    13 hours ago

    મહેસાણા તાલુકાના દેલા ગામ પાસે આવેલી સુજલામ સુફલામ કેનાલ સામેના રોડ પર ગત 21મી માર્ચના રોજ સર્જાયેલા હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અજાણ્યા યુવકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકને મહેસાણા બાદ અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો ગત 21 માર્ચ, 2026ના રોજ સવારે આશરે આઠ વાગ્યાના સુમારે દેલા સુજલામ સુફલામ કેનાલ પાસેના રોડ પરથી પસાર થઈ રહેલા આશરે 35 વર્ષીય અજાણ્યા પુરુષને કોઈ અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી ટક્કર મારી હતી. અકસ્માત સર્જી ચાલક પોતાનું વાહન લઈ નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો. યુવકનું સારવારમાં મોત, પરિવારની શોધખોળ અમદાવાદ સિવિલના ICU વોર્ડમાં બેભાન અવસ્થામાં સારવાર લઈ રહેલા આ યુવકે ગત 24મી માર્ચના રોજ સાંજે 7.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવકની કોઈ ઓળખ થઈ શકી નથી કે તેના કોઈ વાલીવારસ મળી આવ્યા નથી. હાલમાં પોલીસ દ્વારા મૃતકની લાશને ઓળખ માટે આગામી સાત દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. વાહનચાલકને શોધવા ચક્રો ગતિમાન આ મામલે મહેસાણા તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ બી.એન.એસ કલમ 106(1),281 તથા એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં સાયબર ઠગાઈના બે કિસ્સા:ફેસબુક ફ્રેન્ડની ફોરેક્સ ટ્રેડિંગની જાળમાં વેપારીએ 90 લાખ ગુમાવ્યા; વૃદ્ધના ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા
    Next Article
    ભાવનગર માર્કેટયાર્ડમાં 6 દિવસ સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે:અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ તથા ડુંગળીની જાહેર હરાજી બંધ રહેશે જ્યારે શાકભાજી વિભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment