Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં સાયબર ઠગાઈના બે કિસ્સા:ફેસબુક ફ્રેન્ડની ફોરેક્સ ટ્રેડિંગની જાળમાં વેપારીએ 90 લાખ ગુમાવ્યા; વૃદ્ધના ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા

    11 hours ago

    અમદાવાદ શહેરમાં રહેતા એક વેપારીની ફેસબુક પર અજાણી યુવતી સાથે મિત્રતા થઈ હતી. જે બાદ યુવતીએ બિલ્ડર હોવાની ઓળખ આપી હતી સાથે તે ફોરેક્સ ટ્રેડિંગ કરતી હોવાનું કહીને વેપારીને વધુ નફો કમાવવાની લાલચ આપી હતી. વેપારી પણ યુવતીની જાળમાં ફસાયા હતા અને કુલ 93 લાખ ભર્યા હતા. જેની સામે 2.55 લાખ વિડ્રો થયા હતા પરંતુ કુલ રૂ. 90.45 લાખ વિડ્રો ન થતાં છેતરપિંડીની જાણ થઇ હતી. જે અંગે વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. પૈસા ડિપોઝીટ કરવા બેંક એકાન્ટની વિગતો માંગી વેજલપુરમાં રહેતા અને સિક્યોરીટી એજન્સી ધરાવતા વેપારીનો સંપર્ક ફેસબુક પર કોમલ મહેતા નામની અજાણી યુવતી સાથે થયો હતો. જે બાદ યુવતી સાથે વાતચીત થતા યુવતીએ પોતે બિલ્ડર હોવાનું અને ફોરેક્સ ટ્રેડિંગ કરતા હોવાની વાતચીત કરી હતી. યુવતીએ વેપારીને વધુ નફો કમાવવાની લાલચ આપીને ફોરેક્સ ટ્રેડિંગ કરાવવાનું કહેતા વેપારીએ એકાઉન્ટ ખોલાવવા માટે ડોક્યુમેન્ટ્સ આપી દીધા હતા.જે બાદ યુવતીએ લીંક મોકલી હતી, તેમાં ઇમેઇલ આઇડી અને પાસવર્ડ નાખતા એક વેબસાઇટ ખુલી હતી. યુવતીએ વેપારીને ટેલિગ્રામ એકાઉન્ટમાં પૈસા ડિપોઝીટ કરવા બેંક એકાન્ટની વિગતો માંગી હતી. 93 લાખ રોકાણ માટે ભર્યા બાદ 2.55 લાખ જ વિડ્રો કરવા દીધા વેપારીએ બેંક એકાઉન્ટની વિગતો આપી દીધા બાદ ડિપોઝીટ કરેલી રકમ તે વેબસાઇટમાં દેખાવા લાગી હતી.આમ, વેપારીએ શરૂઆતમાં 50 હજારનું રોકાણ કરતા તેની સામે 5 હજાર નફો દેખાતો હતો. જેથી વેપારીએ 55 હજાર વિડ્રો કર્યા બાદ વિશ્વાસ આવી જતા તેમણે કુલ 93 લાખ રોકાણ માટે ભર્યા હતા. જેની સામે 2.55 લાખ જ વિડ્રો કરવા દીધા હતા. જ્યારે 90.45 લાખ વિડ્રો ન કરવા દેતા વેપારીને ઠગાઇની જાણ થતાં આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. બીજો કિસ્સો ગુગલ પેમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની લિમીટ પૂર્ણ થઈ ગયાની નોટિસ આવી આંનદનગર વિસ્તારમાં આવેલા શરણમ-8માં રહેતા 83 વર્ષિય વૃદ્ધે આનંદનગર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ કરી છે. વૃદ્ધ સંયુક્ત પરિવારમાં રહે છે અને નિવૃત જીવન ગુજારે છે. જાન્યુઆરી મહિનામાં વૃદ્ધ પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમનો પૌત્ર આવ્યો હતો. જ્યાં તેમણે પોત્રને જણાવ્યું હતું કે, મારે 34 હજાર રૂપિયા રોકડા આપ અને તું મારા એકાઉન્ટમાંથી તારા એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દે. યુવકે વૃદ્ધનો મોબાઈલ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે લીધો ત્યારે તેને ગુગલ પે એપ્લીકેશન ઓપન કરી હતી. ગુગલ-પે એપ્લીકેશનમાં નોટીસ આવી હતી કે તમારી રૂપિયા ટ્રાન્સફર કરવાની લીમીટ પૂર્ણ થઈ ગઈ છે. યુવકે તરતજ તેના દાદાને આ અંગેની જાણ કરી હતી. ID, પાસવર્ડ વગર વૃદ્ધના એકાઉન્ટમાંથી 90,000નું ટ્રાન્જેક્શન યુવકે દાદાને કહ્યું કે, આજે તમે કોઈ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. વૃદ્ધે યુવકને જવાબ આપ્યો હતો કે મેં કોઈ રૂપિયા ટ્રાન્સફર કર્યા નથી. વૃદ્ધ યુવકને લઈને બેકમાં ગયા જ્યા કર્મચારીએ જણાવ્યું હતું કે, તમારા એકાઉન્ટમાંથી 99 હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન થઈ ગયું છે. વૃદ્ધે બેંકની આઈડી અને પાસવર્ડ આપ્યા વગર સાયબર ગઠીયાએ તેમના બેંકના ખાતામાંથી 99 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. વૃદ્ધે તરતજ સાયબર હેલ્પલાઈન પર ફોન કરીને સમગ્ર હકીકતની જાણ કરી હતી. આનંદનગર પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે ત્રણ મહિના બાદ ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    રામનવમી પર ગુજરાતી સિંગર જિગરદાન ગઢવીનું સંગીતને 'રામ-રામ'!:જીગરાએ પોસ્ટ શેર કરી કહ્યું- 10 વર્ષની યાદગાર સફર બાદ નિવૃત્તિ જાહેર કરું છું
    Next Article
    હિટ એન્ડ રનમાં ઘાયલ યુવકનું ત્રણ દિવસ બાદ મોત:મહેસાણાના દેલા પાસે અજાણ્યા વાહને ટક્કર મારી હતી, વાલીવારસની શોધખોળ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment