Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના પ્રાધ્યાપકે રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો:ડો. સ્વરલ નાયકે સુગમ સંગીતમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

    15 hours ago

    નવી દિલ્હીમાં 20થી 25 માર્ચ દરમિયાન યોજાયેલી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ (AICS) 2025-26 સંગીત-નૃત્ય-નાટક સ્પર્ધામાં ભરૂચના સરકારી ઇજનેરી કોલેજના પ્રાધ્યાપક ડો. સ્વરલ રવિન નાયકે રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દેશભરના સરકારી કર્મચારીઓ વચ્ચે યોજાતી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ડો. નાયકની ગુજરાતમાંથી પસંદગી થઈ હતી. તેમણે ગુજરાત સેક્રેટરિયેટ ટીમનું પ્રતિનિધિત્વ કરતા સુગમ સંગીત ગાયન કેટેગરીમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. તેમણે પ્રખ્યાત શાયર બશીર બદ્રની ગઝલ “लोग टूट जाते हैं एक घर बनाने में, तुम तरस नहीं खाते बस्तियाँ जलाने में”ને પોતાના સ્વરાંકન સાથે રજૂ કરી હતી. આ રજૂઆતને નિષ્ણાત જજિસ અને શ્રોતાઓ તરફથી વિશેષ પ્રશંસા મળી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ડો. સ્વરલ નાયકે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમણે અગાઉ વર્ષ 2023-24માં નાગપુર ખાતે યોજાયેલી આ જ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ડો. નાયકની આ સતત બીજી સિદ્ધિથી ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી પ્રસરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં સૌથી ઊંચી હનુમાન દાદાની પ્રતિમા, પર્વત પર સ્થાપના:30 કિલોમીટર દૂરથી દેખાશે, રામનવમી પર પ્રતિમાનો લોકાર્પણ સમારોહ
    Next Article
    પાટણ આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ:77.38 કરોડના ખર્ચે નિર્મિત, આવતીકાલે હર્ષ સંઘવી જનતા માટે ખુલ્લું મુકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment