Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ:77.38 કરોડના ખર્ચે નિર્મિત, આવતીકાલે હર્ષ સંઘવી જનતા માટે ખુલ્લું મુકશે

    16 hours ago

    પાટણ શહેરમાં 77.38 કરોડના ખર્ચે નિર્મિત આઇકોનિક બસપોર્ટનું આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. 31274 ચોરસ મીટર જમીનમાં તૈયાર થયેલું આ બસપોર્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ પ્રોજેક્ટ સાત વર્ષના લાંબા વિલંબ બાદ પૂર્ણ થયો છે, જેમાં કોરોનાકાળ દરમિયાન કામગીરી બંધ રહી હતી. નવનિર્મિત બસપોર્ટમાં 500 મુસાફરોની બેઠક ક્ષમતા અને 2700 વાહનોના પાર્કિંગ સહિતની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે પાટણવાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત લાવશે. બસપોર્ટની સ્થાપત્ય કલા પાટણની ઐતિહાસિક રાણકી વાવ અને પટોળાના પેન્ટિંગ્સથી પ્રેરિત છે, જે તેને આકર્ષક બનાવે છે. 28 તારીખથી આ નવા સંકુલમાંથી બસોનું સંચાલન શરૂ થશે, જેમાં સવારે 5.15 કલાકે પાટણ-બરોડા રૂટની પ્રથમ બસ રવાના થશે. મહેસાણા, ચાણસ્મા, હારીજ અને ઊંઝા સહિતના વિવિધ ડેપોની એક્સપ્રેસ અને લોકલ બસોને પણ અહીંથી સંચાલન કરવા સૂચના અપાઈ છે. મુસાફરોની સુવિધા માટે બસપોર્ટમાં 100 થી વધુ સ્ટીલના આરામદાયક બાંકડા મુકવામાં આવ્યા છે, જ્યાં એકસાથે 500 થી વધુ મુસાફરો બેસી શકશે. કુલ 18 બસો એકસાથે ઉભી રહી શકે તેવા બે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેમાં મુસાફરોને ચડવા અને ઉતરવા માટે અલગ-અલગ વિભાગોની વ્યવસ્થા છે. રૂટની માહિતી માટે દરેક પ્લેટફોર્મ પર LED ટીવી, પીવાના શુદ્ધ પાણી માટે RO પ્લાન્ટ અને જમવા માટે કેન્ટીનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ રાખવામાં આવ્યા છે. વાહન પાર્કિંગ માટે બે માળનું વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે, જેમાં અંદાજે 2700 જેટલા નાના-મોટા વાહનો પાર્ક કરી શકાશે. પૂછપરછ માટે કંટ્રોલ પોઇન્ટ અને વિદ્યાર્થી પાસ માટે અલગ કાઉન્ટરની વ્યવસ્થા છે. ડ્રાઈવર અને કંડક્ટરો માટે આધુનિક રેસ્ટ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. જોકે, બસોને હાઈવે પર સ્થિત વર્કશોપમાં મુકવા જવાની અનિવાર્યતાને કારણે કર્મચારીઓને પડનારી મુશ્કેલીઓ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના પ્રાધ્યાપકે રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો:ડો. સ્વરલ નાયકે સુગમ સંગીતમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું
    Next Article
    PM મોદીએ ભેટ આપેલી ગણેશ મૂર્તિઓ:સોમનાથના શ્રી રામમંદિરમાં દર્શન માટે મુકાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment